- પાલડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે કરી Suicide
- એકાઉન્ટ રૂમમાં કરી આત્મહત્યા
- જાતે પીસ્ટલ વડે ફાયરિંગ કરી આત્મહત્યા
- એકાઉન્ટ રાઈટર હેડ ઉમેશભાઈએ કર્યો આપઘાત
અમદાવાદઃ છેલ્લા 5 વર્ષથી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયાએ આજે ગુરૂવારે સવારે ઓફિસમાં આવીને બારણું બંધ કરીને માથા પર ગોળી મારી દેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ મળી ન હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ કર્મચારીએ આ પ્રકારે આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં પણ હાહાકાર મચી જવા પામ્યો છે.
પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી રોજના સમય કરતા એક કલાક વહેલા આવ્યા
મૃતક ઉમેશ ભાટિયા એકાઉન્ટ રાઈટર હેડ હોવાથી પાલડી પોલીસ સ્ટેશનના હથિયારોના લોકર રૂમની ચાવી તેમની પાસે રહેતી હતી. રોજ અંદાજે 10:30થી 11 વાગ્યાની વચ્ચે પોલીસ સ્ટેશન આવનાર ઉમેશ આજે ગુરૂવારે સવારે 9:30 કલાકે આવી ગયા હતા. જ્યારબાદ ઓફિસનું બારણું અંદરથી બંધ કરીને પોતાના માથા પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ગોળીનો અવાજ આવતા પોલીસ મથકમાં હાજર પોલીસ કર્મીઓ પણ દોડતા થઈ ગયા હતા અને બારણું તોડીને તેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આત્મહત્યાના કારણને લઈને તર્ક વિતર્ક
ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને મૃતક ઉમેશ ભાટિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ શરૂ કરી છે. જોકે પ્રાથમિક તપાસમાં તેમની પાસેેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી ન હતી. જેના કારણે પોલીસ બેડામાં તેમની આત્મહત્યા કરવા પાછળના કારણોને લઈને તર્કો વિતર્કો સર્જાયા છે. જોકે, પોલીસે તેમના પરિવાર, સહકર્મીઓ તેમજ મોબાઈલ ફોનથી તપાસ આરંભી છે.