અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં પોલીસે રાતના 9 વાગ્યા પછી કારણ વિના બહાર ફરતાં લોકો સામે વસ્ત્રાપુર,સોલા અને સેટેલાઇટ પોલીસે કડક કાર્યવાહી કરી છે. સોલા હાઇકોર્ટ પોલીસે અડધો કલાકમાં 30,વસ્ત્રાપુર 14 અને સેટેલાઇટ પોલીસે 6 કાર ડીટઇન કરી હતી.
અમદાવાદમાં રાત્રે હરતા-ફરતા ચેતજો, પોલીસ કરશે કાર્યવાહી - ટ્રાફિક
સમગ્ર દેશમાં અનલોક -1 શરૂ થયું છે તેમાં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાતના 9થી સવારમાં 7 સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાતના સમયે બહાર ફરવા નીકળતાં લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં રાત્રે હરતાંફરતાં ચેતજો, પોલીસ કરશે કાર્યવાહી
જોકે પોલીસની કાર્યવાહી દરમિયાન ટ્રાફિક જામ પણ થયો હતો પરંતુ પોલીસે પોતાની કાર્યવાહી યથાવત રાખી હતી. પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં બિનજરૂરી બહાર નીકળતાં લોકો અટકશે.