અમદાવાદ: અનલૉક-1માં જે છૂટછાટ આપવામાં આવી છે જેમાં 8 જૂનથી શહેરમાં મોલ શરૂ કરવામાં આવશે. ત્યારે મોલ શરૂ થાય તે પહેલાં પોલીસ દ્વારા મોલમાં જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમદાવાદમાં મૉલ ચાલુ થાય તે પહેલાં પોલીસે નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું
અનલૉક-1માં જે છૂટછાટ આપવામાં આવી છે જેમાં 8 જૂનથી શહેરમાં મોલ શરૂ કરવામાં આવશે. ત્યારે મોલ શરૂ થાય તે પહેલાં પોલીસ દ્વારા મોલમાં જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોલ ચાલુ થાય તે પહેલાં પોલીસે મોલની મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા મોલ જેમાં અમદાવાદ વન મોલ, હિમાલય તથા એક્રોપોલિસ મોલના મેનેજર તથા ઇન્ચાર્જની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 જૂનથી મોલ ખોલવાના હોવાથી હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીથી લોકોની સુરક્ષા થાય તથા ફેલાય નહિ તે માટે શું તકેદારી રાખવી તેમજ અગત્યની બાબતો માટે સૂચના તેમજ મોલ દ્વારા કરવામાં આવેલ તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.