ગુજરાત

gujarat

ETV Bharat / city

બેચરાજી હાઈવે પાસેથી પોલીસે રૂપિયા 70 હજારનો દારૂ ઝડપ્યો - પોલીસે દારૂ ઝડપ્યો

અમદાવાદ વિરમગામ પાસે બેચરાજી હાઇવે પર પોલીસે રૂપિયા 70 હજારનો દારૂ ઝડપ્યો હતો. આ સાથે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

70 હજારનો દારૂ ઝડપ્યો
70 હજારનો દારૂ ઝડપ્યો

By

Published : Nov 13, 2020, 10:59 AM IST

•વિરમગામ બેચરાજી હાઇવે હાસલપુર ચોકડી પાસેથી દારૂ ભરેલી વેગન આર ઝડપાઈ
•ગાડીમાંથી 70 હજાર સાતસોની મતાનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો
•બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી.

અમદાવાદ: જિલ્લામાં વિઠલાપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે બાતમીના આધારે વિરમગામ બેચરાજી હાઇવે પર હાંસલપુર નજીક મારુતિ કંપનીની વેગનમાં પોસીલને વિદેશી દારૂનો ભરીને પસાર થવાની છે તેવી બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ગાડીનું ચેકિંગ કરાતા ગાડીમાંથી 70 હજાર 700ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.


કુલ રૂપિયા 3,70,700 નો મુદ્દામાલ કબ્જે

વિઠલાપુર પોલીસની ટીમે બેચરાજી હાંસલપુર ચોકડી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે કાર ઝડપી પાડી હતી. દારૂ અને કાર સાથે કુલ રૂપિયા 3,70,700 નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વિઠલાપુર પોલીસની ટીમે બેચરાજી હાંસલપુર ચોકડી પર વોચમાં ગોઠવાઇ

વિઠલાપુર પોલીસના એમ.એમ.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર, આર.એમ.દેસાઈ સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, બેચરાજી હાંસલપુર પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કાર પસાર થતા ઉભી રાખવા પોલીસે ઈશારો કર્યો હતો. જોકે કારચાલક નાસી છૂટયો અને રસ્તા પર ટ્રેલર સાથે કાર અથડાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details