લગ્નપ્રસંગ માટે હવે પોલીસ પરમિશન જરૂરી નહીં, પણ કરફ્યૂ દરમિયાન કોઈ છૂટછાટ નહીં
કોરોના સંક્રમણને લઈને સરકારે જાહેર પ્રસંગો ઉપર કેટલાક નિયંત્રણો મુક્યાં છે.જે પ્રમાણે લગ્ન પ્રસંગ માટે લોકો પોલીસની મંજૂરી મેળવવા જતાં હતાં. ત્યારે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે, લગ્ન પ્રસંગ માટે હવે પોલીસ મંજૂરીની જરૂર પડશે નહીં.
● કોરોનાકાળમાં લગ્ન માટે હવે પોલીસ મંજૂરીની જરૂર નહીં
● રાજકોટમાં શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના અંગે પંચાયત અધિક સચિવ એ.કે.રાકેશને તપાસ સોંપાઈ
● એ.કે. રાકેશ ત્રણ દિવસમાં તપાસ કરી સરકારને માહિતી આપશે
ગાંધીનગરઃ અમદાવાદ સહિત ગુજરાતના ચાર મોટા શહેરોમાં વધતા જતાં કોરોના સંક્રમણને લઈને સરકારે જાહેર પ્રસંગો ઉપર કેટલાક નિયંત્રણો મુક્યાં છે.જે પ્રમાણે લગ્નમાં માટે પણ મહેમાનોની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. લગ્ન પ્રસંગ માટે લોકો પોલીસની મંજૂરી મેળવવા જતા હતા. ત્યારે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે, લગ્ન પ્રસંગ માટે હવે પોલીસ મંજૂરીની જરૂર પડશે નહીં. ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ્યાં રાત્રી કરફ્યુ અમલી છે, ત્યાં રાત્રિ દરમિયાન કોઈ પણ આયોજન થઈ શકશે નહીં.