અમદાવાદ :અમદાવાદમાં રથયાત્રાને હવે (Ahmedabad Jagannath Rathyatra) ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ યોજાય તે માટે પોલીસ એક્શન પ્લાન્ટમાં આવી ગઈ છે. જેમાં રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ (Jagannath Rathyatra 2022) બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે. ત્યારે પ્રથમવાર રથયાત્રામાં બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રથયાત્રાને લઈને પોલીસની પળે પળ પર બાજ નજર આ પણ વાંચો:ભગવાન જગન્નાથજીના વાઘા થયા તૈયાર, જાણો શું છે ખાસ વિશેષતા
પોલીસનો કાફલો તૈનાત - આ વર્ષે 25 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે. તેમજ પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ (Jagannath Rathyatra Camera) સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે. ત્યારે IG અને DIG 9, SP અને DCP 36, ACP 86 , PI 230, PSI 650 હેડકોન્સ્ટેબલ11800 SRPની કંપની 19 ટીમ, RAFની કંપની 22 ટીમ હોમગાર્ડ 5725, BDDS ટીમ 9, ડોગ સ્કોડ 13 ટીમ, ATS 1 ટીમ માઉન્ટેડ પોલીસ 70 અને મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હીકલ 4 એમ સમગ્ર રથયાત્રાના રૂટ (Police operation on Ahmedabad) પર આટલી પોલીસની ટીમ તૈનાત રહેશે.
આ પણ વાંચો:પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા : ચાંદીજડિત 3 રથોનું પૂજન સાથે સ્વાગત, હવે શરુ કરાશે આ કાર્ય
સોશિયલ મિડીયા પર પોલીસની નજર - મળતી માહિતી મુજબ આ વખતે પોલીસ દ્વારા 101 ટ્રકમાંથી 30 ટ્રકોને 3 લાખ રૂપિયા (Police Taking Rathyatra ) સુધીના ઇનામ પણ આપવામાં આવશે. તેમજ કોઈ પણ વિવાદિત પોસ્ટ ના થયા તે માટે સોશિયલ મીડિયામાં બે મહિનાથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન આવતા લોકોને તકલીફ ન પડે તે માટે કોર્પોરેશન તરફથી ઈ રિક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે આ રથયાત્રા બે વર્ષ બાદ ભક્તોને દર્શન કરવાનો લાભ મળશે તેથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવશે તે માટે (Rathyatra Police Operations) પોલીસે સહાય કેન્દ્રો પણ રાખ્યા છે.