- સોલા સિવિલ બાળકી ગુમ મામલો
- બાળકીને શોધવા 500 થી વધુ CCTV કેમેરા ચેક કર્યા
- 150 રીક્ષા ચાલકોની પૂછપરછ કરાઈ
અમદાવાદ: તારીખ બીજી સપ્ટેમ્બર રાત્રિના અઢી વાગે સોલા સિવિલમાંથી બે દિવસની બાળકી ગુમ થઈ હોવાની જાણ પોલીસને થઈ હતી. આ ઘટનાની ગંભીરતાને લઇ પોલીસે 70 કર્મચારીઓની ટીમ બનાવી CCTV ફૂટેજ તપાસવાની શરૂઆત કરી હતી. જોકે જે વોર્ડમાં આ બાળકીના માતા-પિતા હતા. તે વોર્ડની બહાર ના CCTV બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ માટે તપાસ પડકારરૂપ બની ગઈ હતી. જોકે પોલીસને હોસ્પિટલની બહારની બાજુ લગાવે એક CCTV ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં એક મહિલા શંકાસ્પદ વસ્તુ લઈને જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી અને લગભગ 500 જેટલા CCTV ફૂટેજની ચકાસણી તેમજ 150 જેટલા રિક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત પોલીસે અન્ય માણસો 200 માણસોને પૂછપરછ કર્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી.
70 પોલીસકર્મીઓની ટિમ આ કેસમાં કામે લાગી હતી
CCTV કેમેરામાં આ મહિલા સોલા બ્રિજથી એક્ટિવા ઉપર બેસેલી દેખાઈ અને થલતેજ ચાર રસ્તા એક્ટીવા પરથી ઉતરીને તે એક રીક્ષામાં બેઠી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આગળના CCTV ફૂટેજની તપાસ કરતા આ રીક્ષા સાણંદ સર્કલ સુધી ગઈ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ દરમિયાન સરખેજના વન માર્ટ મોલ ખાતે આ મહિલાઓ ઉભી હોવાનું એક CCTV કેમેરામાં કેદ થયું હતું. જેથી પોલીસ આસપાસના વિસ્તારોમાં તેમના બાતમીદારો નેટવર્ક કાર્યરત કરીને અંતે મહિલા સુધી પહોંચી હતી. સરખેજ ખાતેના મહિલાના ઘરેથી પોલીસને બાળકી પર સહી સલામત મળી આવી હતી. આ મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે મહેસાણાના નંદાસણ પાસેના એક ગામની રહેવાસી છે અને હાલમાં તે સરખેજ ખાતે રહે છે.