ગુજરાત

gujarat

ETV Bharat / city

ગણેશ મહોત્સવને લઈને પોલીસે બહાર પાડ્યું જાહેરનામું - Police

કોરોનાકાળમાં ગયા વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, પરંતુ હવે કેસ ઓછા થતા આ વર્ષે સરકારે ગણેશ મહોત્સવને મંજૂરી આપી છે. જેમાં પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરી શકાશે.

ગણેશ મહોત્સવને લઈને પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
ગણેશ મહોત્સવને લઈને પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

By

Published : Sep 6, 2021, 10:01 PM IST

  • ગણેશ મહોત્સવમાં પોલીસની મંજૂરી
  • સાર્વજનિક ગણેશ મહોત્સવમાં 4 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકશે
  • ઘરમાં 2 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકાશે

અમદાવાદ- છેલ્લા બે વર્ષથી લોકો એક પણ તહેવારની ઉજવણી કરી શક્યા નથી, ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા તહેવારોને કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે મંજૂરી આપવામાં આવી રહી છે. આ વર્ષે લોકો કોરોના ગાઈડલાઈન પ્રમાણે ગણેશ મહોત્સવની ઉજવણી કરી શકશે. જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે જે તે પોલીસ સ્ટેશનથી મંજૂરી લેવાની રહેશે, ત્યારે સાર્વજનિક મહોત્સવમાં 4 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકાશે અને ઘરમાં માત્ર 2 ફૂટની મૂર્તિની સ્થાપના કરી શકશે.

ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો

ગણેશ પંડલમાં દર્શન માટે ગોળ કુંડાળા કરવાના રહેશે, ત્યારે કોરોના ગાઈડલાઈનું પાલન કરાવવા આયોજકને સૂચના આપવમાં આવશે. સ્થાપના સ્થળે માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ જ કરી શકાશે અને ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

વિસર્જન દરમિયાન માત્ર 15 વ્યક્તિઓને મંજૂરી અપાશે

ગણેશ પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા કરવાના રહેશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા કુંડમાં જ મૂર્તિનું વિસર્જન કરી શકાશે, ત્યારે વિસર્જન દરમિયાન માત્ર 15 વ્યક્તિઓને મંજૂરી આપવમાં આવશે.

ABOUT THE AUTHOR

...view details