અમદાવાદરાજ્યમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે બેફામ વધતો જાય છે. ત્યારે અમદાવાદના રાણીપમાં વ્યાજખોરોએ (Harassment usurers in Ahmedabad) વધુ એક પરિવારનો સુખી માળો વિખેરી નાખ્યો છે. વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળીને 2 મહિના પહેલા પત્નીએ આત્મહત્યા કરી હતી. પરંતુ ન્યાય નહિ મળતા પતિએ પણ જિંદગીનો અંત લાવ્યો છે. આ દંપતીના આત્મહત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે વ્યાજખોરની શોધખોળ શરૂ કરી છે.
શું હતી ઘટના રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી મિનરલ વોટર ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા પહેલા એક સુસાઈટ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક, તેનો ભાગીદાર દેવાંગ સથવારા અને અનિલ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાની વાત કરીએ તો નિકુંજ પંચાલે ધંધાના અર્થે રાકેશ નાયક અંર દેવાંગ સથવારા પાસેથી 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી.
કોરોના ગ્રહણ પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજભાઈએ પણ આત્મહત્યા કરી લીઘી છે. આ ઘટનાથી એકનો એક દીકરો ગુમાવનાર માતા આઘાતમાં સરી પડી છે. આ પરિવાર વ્યાજખોરને સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. મૃતક નિકુંજભાઈ શિવ શક્તિ મિનરલ વોટર નામની ડીસ્ટ્રીબ્યુશન શિપ ધરાવી મિનરલ વોટરનો વેપાર કરતા હતા. 5 વર્ષ પહેલા નિકુંજ પંચાલે મિત્ર અનુપ પટેલને ધંધા માટે 15 લાખ આપ્યા હતા. પરંતુ અનુપ પટેલે વેપારીને પૈસા પરત આપ્યા ન હતા. કોરોનાના કારણે મિનરલ વોટરલનો ધંધો મંદી પડી જતા નિકુંજ પંચાલે ઘર ખર્ચ અને ધંધા માટે ન્યુ રાણીપ ખાતે રહેતા રાકેશ નાયક પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા.