ગુજરાત

gujarat

ETV Bharat / city

શો રૂમમાં નજર ચૂકવી દાગીનાની ચોરી કરતા ભાઇ બહેનની જોડી પકડાઇ - Ahmedabad Crime Branch

અમદાવાદમાં સોનાના દાગીનાની ચોરી કરતી મહિલા ઝડપાતા (Gold theft in Ahmedabad) સનસનાટી ફેલાઈ ગઈ હતી. આરોપીએ જવેલર્સના શો રૂમમાં નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરી હતી. પોલીસ ફરિયાદ કરતા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (jewellers showroom theft in Ahmedabad)

નજર ચુરાવી ચોરી કરતા ભાઈ બહેન ઝડપાયા
નજર ચુરાવી ચોરી કરતા ભાઈ બહેન ઝડપાયા

By

Published : Sep 19, 2022, 11:55 AM IST

અમદાવાદરાજ્યમાં ક્રાઈમ રેટ અટકવાનું નામ નથી લેતું. અમદાવાદ, સુરત, વડોદરા કે પછી રાજકોટ હોય ચોરી જેવી ઘટનાઓ સતત હેડલાઈન બનતી રહે છે. ત્યારે અમદાવાદમાં સોનાના દાગીનાની ચોરી કરતી (Gold theft in Ahmedabad) મહિલા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જવેલર્સના શૉ રૂમમાં નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી મહિલાને ઝડપી પાડી છે. આરોપી મહિલા તેના ભાઈ સાથે ચોરી કરતી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને ભાઈ બહેનને આગળની તપાસ હાથ ધરી છે. (jewellers showroom theft in Ahmedabad)

નજર ચુરાવી ચોરી કરતા ભાઈ બહેન ઝડપાયા

શું હતી ઘટના ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પૂનમ રંગવાણી નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ 15 દિવસ અગાઉ તેના ભાઈ ચંદ્રકાન્ત સાથે સેન્ટ્રો ગાડીમાં ચોરી કરવા આવ્યા હતી. શિવરંજની ચાર રસ્તા પાસે જવેલર્સના શો રૂમની અંદર સોનાની બંગડી અને અન્ય દાગીના બતાવવાનું કહીને નજર ચૂકવી બંગડી ચોરી કરી હતી. મળતી માહિતી મુજબ 23મી ઓગસ્ટના રોજ દુકાન બંધ કરતા પહેલા દાગીનાનો સ્ટોક મેળવતા સમયે રૂપિયા 75 હજારની કિંમતની સોનાની બંગડી નહોતી મળી આવી હતી. જેથી અલગ અલગ CCTV તપાસતા જાણવા મળ્યું હતું કે, બપોરના સમયે એક મહિલા દાગીના ખરીદવા માટે આવી હતી અને તેણે નજર ચુકવીને બંગડીની ચોરી કરી હતી. (jewellers showroom Theft in Shivaranjani)

આરોપી વિરુદ્ધ અનેક પોલીસ ફરિયાદજેના આધારે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે બાતમીને આધારે પુનમ કમલેશ રંગવાણીને ઝડપી લીધી હતી. જેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે તેના ભાઇ ચંદ્રકાંત સાથે આવી હતી અને ચોરી કરીને કારમાં નાસી ગઈ હતી. ચોરીના દાગીના તે અન્ય સ્થળે વેચાણ કરતી હતી. વધુ પુછપરછમાં તેણે ગુજરાતના રાજકોટ, અમદાવાદ ઉપરાંત, રાજસ્થાનના બિકાનેર, ભીલવાડા, જયપુર, કલકત્તા, ગ્વાલિયર અને મુંબઇ સહિતના શહેરોમાં નજર ચુકવીને દાગીનાની ચોરી કરી હતી. જેમાં તેની ધરપકડ પણ થઇ હતી. Woman stealing gold in Ahmedabad, Ahmedabad Crime Branch,Theft case in Ahmedabad

ABOUT THE AUTHOR

...view details