ગુજરાત

gujarat

ETV Bharat / city

સગીરા સાથે બે મહીનાથી દુષ્કર્મ આચરનારનો ભાંડો ફૂટી ગયો - Ahmedabad police rape case

અમદાવાદમાં એક યુવક છેલ્લા બે મહિનાથી સગીરા (rape case in Ramol) સાથે દુષ્કર્મ આચરતો હોવાની પોલીસ ફરિયાદ સામે આવી છે. પિતાએ દુષ્કર્મ આચરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. rape case in Ramol of Ahmedabad, Ahmedabad Police

સગીરા સાથે બે મહીનાથી દુષ્કર્મ આચરનારનો ભાંડો ફટી ગયો
સગીરા સાથે બે મહીનાથી દુષ્કર્મ આચરનારનો ભાંડો ફટી ગયો

By

Published : Sep 12, 2022, 10:58 AM IST

અમદાવાદરાજ્યમાં દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં (rape case in Ramol) એક સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુંના સમાચાર સામે આવતા ચકચાર મચી હતી. આ સગીરા સાથે એક કે બે વાર નહીં પરંતુ છ વાર દુષ્કર્મ આચર્યું બહાર આવ્યું છે. જાણ મળ્યું હતું કે, દુષ્કર્મ ગુજારનાર યુવક છેલ્લા બે મહિનાથી તેના ઘરે તેમજ મિત્રના ઘરે સગીરાનેે લઈ જતો હતો. ત્યારે સગીરાના પિતાને જાણ થતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ ફરિયાદને લઈને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

બે મહીનાથી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડ્યો

શું હતી ઘટના રામોલના CTM વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સામેની દુકાનમાં જ કામ કરતો એક યુવક દ્વારા એક કે બે વખત નહિ પણ છેલ્લા બે મહિનામાં છ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારમાં બધા આરામ કરતાહતા. તે સમયે સગીરા તેના ઘરે હતી નહિ. જોકે પરિવારજનોએ આસપાસ અને સગા સંબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી ન હતી. જેને લઈને સગીરાના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં સગીરા એક યુવક સાથે મળી આવી હતી.(raped young minor girl In Ramol)

છ વખત દુષ્કર્મ ગુજાર્યું સગીરાએ જણાવ્યું હતું કે તેના ઘરની સામે કામ કરતો યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઈને દુષ્કર્મ ગુજાર્યું છે. જોકે સમગ્ર મામલે રામોલ પોલીસે આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સગીરા સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ કર્યું તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.rape case in Ramol of Ahmedabad, Ahmedabad Police

ABOUT THE AUTHOR

...view details