અમદાવાદ :રાજ્યમાં ક્રાઈમના બનાવ અટકવાનું નામ નથી લેતું. ક્યાંક લૂંટફાટના (Robbery Case in Ahmedabad) કેસ સામે આવે છે તો ક્યાંક હુમલાઓના પણ કેસ સામે આવ્યા રાખે છે, ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે રૂપિયા લાખો રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી છે. ઓઢવ વિસ્તારમાં મળતી માહિતી મુજબ 50 લાખની લૂંટ થતા સનસનાટી ફેલાઈ છે. આ બનાવ વખતે આંગડિયા પેઢીમાં બે ભાગીદાર અને બે કર્મચારી સહિત ચાર લોકો હાજર હતા, ત્યારે લૂંટારૂ ત્રાટક્યા અને બંદૂકની અણીએ લૂંટ કરી ફરાર થયા હતા.
અમદાવાદના ઓઠવમાં વિસ્તારમાં 50 લાખની લૂંટ આ પણ વાંચો :સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી
રિવોલ્વર બતાવી કરી લૂંટ - ઓઢવ વિસ્તારમાં છોટાલાલની ચાલી પાસે આવેલા પી.એમ. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં બે ભાગીદાર અને બે કર્મચારી એમ ચાર લોકો હાજર હતા. તે દરમિયાન લૂંટારુંઓ આવ્યા હતા. જેમાં ચાર લૂંટારૂઓએ આંગડિયા પેઢીમાં (Robbery Case in Odhav) પ્રવેશ કર્યો હતો. જેમાંથી એક લૂંટારું પાસે રિવોલ્વર હતી, જેને આંગડિયા પેઢીના કર્મચારીઓને ધમકાવીને તેઓની પાસે રહેલા રૂપિયા આપી દેવા માટે કહ્યું હતું. આંગડિયા પેઢીના કર્મચારીઓએ તેમની પાસે લગભગ 50 લાખ આપતા જ લૂંટારુંઓ આંગડિયા પેઢીના તમામ દરવાજો બહારથી બંધ કરીને કર્મચારીઓને બંધક બનાવીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો :પોલીસની સરાહનીય કામગીરી, લૂંટના આરોપીઓ ગણતરીના કલાકોમાં કર્યા જેલભેગા
પોલીસે તપાસ હાથ ધરી - લૂંટના પૈસા લઈને જતા લૂંટારાઓ પૈકી એક લૂંટારું બાઈક મૂકીને પલાયન થઈ ગયો હતો. પોલીસને જાણ થતાં પોલીસ (Crime of Robbery in Gujarat) તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઓઢવ પોલીસે સમગ્ર લૂંટ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે (Ahmedabad Crime Case) CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે. આંગડિયા પેઢીના CCTV કેમેરામાં જ સમગ્ર લૂંટની ઘટના પણ કેદ થઈ છે.