- સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું અકસ્માતમાં મોત
- શાકભાજી માટે પત્ની સાથે બહાર નીકળ્યા અને થયો અકસ્માત
- બાઈક ચાલકે ટક્કર મારતા પોલીસકર્મીનું મોત, પત્નિ હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદઃ અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે રવિવારે રાત્રે 8 વાગ્યે પુરઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવાને સામેથી ટક્કર મારતાં સરખેજ પોલીસ સ્ટેશનના 30 વર્ષીય કોન્સ્ટેબલ યોગેશભાઈ અને તેમના પત્ની રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યોગેશભાઈનું શેલ્બી હોસ્પિટલ સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મૃતક યોગેશભાઈના ઈજાગ્રસ્ત પત્ની સારવાર હેઠળ છે.
પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત
શહેર પોલીસના સરખેજ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થયું છે. કોન્સ્ટેબલ તેમના પત્ની સાથે શાકભાજી લેવા નિકળ્યા હતા ત્યારે બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતાં. જે બાદ સારવાર દરમિયાન તેમનુ મોત થયું છે. રવિવારે અમદાવાદ રૂરલના રેન્જ આઈજીનું નિધન થયું અને હવે એક પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગરમાં રહેતા નિરવભાઈ બારડ માણસા ખાતે એલ.આઈ.સી માં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમને એક ફોન આવ્યો જેમાં જાણવા મળ્યું કે યોગેશભાઈનો અમદાવાદમાં અકસ્માત થયો છે અને તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના પત્ની હાલ સારવાર હેઠળ છે.