ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રેમિકાને સાથ આપવા જતાં પ્રેમી પોલીસ સંકજામાં ફસાયો - Arrest of a young man in a love affair

અમદાવાદમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમી સાથ આપતા ફસાયો છે. સગીર વયની પ્રેમિકા ઘરેથી ભાગી ગયા બાદ તેને સહારો આપવો પ્રેમીને ભારે પડ્યો છે. સતત પરિવારજનોના મોબાઈલ ફોન લઈ સગીરા પ્રેમી સાથે વાત કરતા પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. ખોટું લાગતા સગીરા ઘરેથી નીકળી પ્રેમી પાસે પહોંચી. જ્યારે સગીરાને કારમાં લઈ જનાર પ્રેમીએ અડપલાં કરતા પોલીસે આ પ્રેમીની ધરપકડ કરી.

પ્રેમિકાને સાથ આપવા જતાં પ્રેમી પોલીસ સંકજામાં ફસાયો
પ્રેમિકાને સાથ આપવા જતાં પ્રેમી પોલીસ સંકજામાં ફસાયો

By

Published : May 29, 2021, 4:30 PM IST

  • પ્રેમિકાને સથવારો આપવો પ્રેમીને ભારે પડ્યો
  • સગીરાને પરિવારજનોએ ઠપકો આપતાં માઠું લાગ્યું હતું
  • ઘરેથી ભાગ્યા બાદ પ્રેમીને કર્યો હતો ફોન
  • પ્રેમી યુવકે સથવારો આપતા હવે ફસાયો પોલીસના સકંજામાં
  • છેડતી અને અપહરણના ગુનામાં ફસાયો પ્રેમી



    અમદાવાદઃ આ ઘટનાનો આરોપી આકાશ મૂળ વેજલપુરમાં રહે છે. થોડા સમય પહેલા તેના ઘર પાસે એક સગીરા તેના મોટા બાપાના ત્યાં આવી હતી ત્યારે તે બને વચ્ચે નમ્બર અને ઇન્સ્ટાગ્રામ આઈડીની આપલે થઈ હતી. જે બાદમાં બને એકબીજાને પ્રેમ કરી બેઠાં. જોકે સગીરાના પરિવારને જાણ થતાં બંનેને સમજાવ્યા છતાંય સગીરા સતત ફોન પર આકાશ સાથે વાત કરતી અને પરિવારે ઠપકો આપતા તેને માઠું લાગ્યું અને ઘરેથી ભાગી ગઈ. પ્રેમી આકાશને ફોન કરતા તે કાર લઈને આવ્યો અને નારણપુરા વિસ્તારમાં અજાણી જગ્યાએ લઈ જઈ સગીરા સાથે છેડછાડ કરી હતી. જેમાં સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી આકાશની ધરપકડ કરતા હવે પ્રેમ કરવાની સજા આકાશ ભોગવશે.
    સગીરાને કારમાં લઈ જનાર પ્રેમીએ અડપલાં કરતા પોલીસે આ પ્રેમીની ધરપકડ કરી
  • આ પણ વાંચોઃ હાઈવે પર ટુ વ્હીલર વાહનોને રોકી લૂંટ ચલાવતી નકલી પોલીસની ટોળકી પકડાઈ

    જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક મહિના અગાઉ મોડી રાત્રે આ સગીરા તેની માતાના નામે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આકાશ સાથે વાત કરતા ઝડપાઇ હતી. જ્યારે આકાશ સગીરાને પ્રેમ કરતા લગ્ન કરવાનું વચન આપતો હતો દીકરીની આ પ્રેમ કહાની સામે આવતા માતાએ તેને સમજાવી હતી. બાદમાં ફોનમાં પિન લોક રાખવાનું માતાએ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ દોઢ મહિના બાદ ફરીથી આ સગીરા તેના પિતાના મોબાઈલ નંબરમાંથી આકાશ સાથે વાતચીત કરતી પકડાઈ હતી એટલે પરિવારે ફોન આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારે થોડા દિવસો બાદ સગીરા પાસેથી એક સાદો મોબાઈલ ફોન પકડાયો હતો અને તે ફોન આકાશે આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બધી બાબતો વચ્ચે કાયદાકીય રીતે યુવક સગીરાને ગાડીમાં બેસાડી લઈ ગયો અને અડપલા કર્યા હતાં અને બાદમાં આકાશ જતો રહ્યો અને સગીરા બહેનપણીના ત્યાં રાત રોકાતા હવે આકાશ પોલીસ કાર્યવાહીમાં ફસાઈ ગયો છે.


    પહેલાં પણ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું
    સૂત્રોના જણાવ્યા મુજબ સમાજમાં આબરૂ ન જાય તે માટે સગીરાની માતાએ અગાઉ બંનેને પકડયા ત્યારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ સગીરા પ્રેમીથી છૂટી ન પડતા અને પરિવારનું ન માનતા આખરે પ્રેમી સામે ફરિયાદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details