અમદાવાદ પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ 2022નું ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ (chandrak alankaran samaroh in Ahmedabad) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે જે પોલીસ કર્મચારીએ (Ahmedabad police) ઉત્કૃષ્ટ કામગીરી કરી .છે તેવા 99 પોલીસકર્મીને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ પરિવાર સહિત તેમના (Gujarat Police Medal) ઘરના સ્વજનો પણ હાજર રહ્યા હતા.
મુખ્યપ્રધાન પટેલનું સંબોધન આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતના જાંબાઝ અને બાહોશ પોલીસકર્મીઓને અભિનંદન આપ્યા હતા. તો સાથે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, પહેલા પ્રજાને ગમે તે વિસ્તારમાં ગમે તે થાય એવા ભયના માહોલ વચ્ચે પ્રજા જીવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ બાદ ગુજરાતમાં અડધી રાત્રે પણ લોકો ગમે ત્યાં ફરી શકે છે. ગુજરાત પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારો અને આતંકવાદીઓ સામે સબક શીખવાડી ખૂબ સારી કામગીરી કરી છે. ગુજરાત પોલીસ સહિત દેશની તમામ પોલીસ દળ માટે વડાપ્રધાને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની કામગીરીમાં તેમને સહાય થાય તેવી ટેકનોલોજી વિકસાવી છે.