અમદાવાદ :રાજ્યમાં ચોરીઓનું પ્રમાણ બેફામ વધી રહ્યું છે. ત્યારે હવે બકરી ઈદને લઈને પશુઓની ચોરીનું પ્રમાણ (Cattle Theft Case in Ahmedabad) વધતું જોવા મળે છે. સરખેજમાં બકરી ઈદને લઈને પશુઓની ચોરી કરતી ટોળકીના બે આરોપીઓ ઝડપાયા છે. કારમાં છુપુ ખાનુ તૈયાર કરીને પશુઓની ચોરી કરતા હતા. પોલીસની ચેકિંગ દરમિયાન આ ગેંગ ઝડપાઈ આવી છે. જેમાં બે આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે (Gujarat Cattle Theft) શોધખોળ હાથ ધરી છે.
ચોરીઓનું પ્રમાણ વધતું -બકરી ઈદ (Eid al Adha 2022) હોવાથી પશુઓની ચોરીઓનું પ્રમાણ વધતું હોય છે. ત્યારે આરોપી આદમ પટેલ અને મોહમંદ ઉમેશ શેખ પશુઓની ચોરી કરવા નીકળ્યા હતા. જે સમયે ફતેહવાડી સફવાન પાર્ક નજીક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ સમયે આરોપીઓ પોલીસને જોઈને i20 કાર ચાલક રિવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઈલેકટ્રીક ડીપી સાથે અથડાયા અને બે આરોપી પોલીસના હાથમાં આવી ગયા હતા. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે તપાસ કરતા જણાવ્યું કે, આ આરોપીઓ પશુઓની ચોરી કરવા આવ્યા હતા.
આ પણ વાંચો :ચોરી પણ ચોંકાવે તેવી, ચોરોએ છોડ્યો મેસેજ: DHOOM 4 અમે ટૂંક સમયમાં પાછા આવીશું