અમદાવાદ આમ તો અત્યાર સુધી કોઈ ચોક્કસ વિસ્તારમાં ભાઈગીરી કરતી (Bhaigiri gang in Ahmedabad) ગેંગની સ્ટોરી ફિલ્મોમાં આપે જોઈ જ હશે. ત્યારે આવા જ એક પરિવારના સભ્યો જેવો તેના વિસ્તારમાં એટલી હદે આતંક મચાવ્યો હતો કે, લોકો તેની સામે ફરિયાદ કરવા પણ ડરતા હતા. પરંતુ પોલીસે હવે આ ભાઈગીરી કરતી ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસ્યો છે. તેમજ તમામ સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. કોણ છે આ ગેંગ, શુ છે તેનો ગુનાહિત ઇતિહાસ, કેવી રીતે લોકોને કરતા હતા પરેશાન જોઈએ આ અહેવાલમાં. (Ahmedabad Police)
આતંકી ટોળકી શહેરના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં એક જ પરિવારના 5 લોકો હતા અને અન્ય એક મળી 6 સભ્યોની ખુખાર ટોળકી છે. આ ગેંગ 7થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે આરોપીઓ સામે ગાળિયો કસવાની ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. આ ગેંગમાં મુખ્ય આરોપી બાલમખાન પઠાણ હતો. તે એકવાર જેલમાં ગયા બાદ ગેંગનો કારોબાર પુત્ર હમઝા પઠાણ સભાળ્યો હતો. આ ગેંગમાં હમઝાખાન હથિયાર રાખી કોઈની પર હુમલો કરતો હતો. આમ ગેંગમાં 40 જેટલા ગુનાઓ આચરી વિસ્તારમાં આતંક મચાવ્યો છે. (Crime rate in Ahmedabad)
8 વર્ષથી આ ગેંગ સક્રિય આ ગેંગના સભ્યોની વાત કરીએ તો આરોપી બાલમખાન પઠાણ, અજીમખાન પઠાણ અને શરીફખાન પઠાણ ત્રણે સગા ભાઈઓ છે. જેમાં બાલમખાનના બે પુત્ર હમઝા પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજ પઠાણ છે. અન્ય એક સાગરીત મઝહરખાન પઠાણ છે. આ ગેંગના તમામ સભ્યો વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ અને આર્મ્સ એકટના ગુના આચરી ચુક્યા છે. છેલ્લા 8 વર્ષથી આ ગેંગ સક્રિય થઈ છે. જેથી જમાલપુર વિસ્તારના સમગ્ર લોકો ત્રાહિમામ પોકારી ઉઠી હતી. (crime gang in Ahmedabad)