- આપના નવા કાર્યાલયના ઓપનિંગ વખતે થઈ હતી પાકીટોની ચોરી
- વૃદ્ધની સાથે અન્ય લોકો પણ શામેલ હોઈ શકે છે: પોલીસ
- પોલીસે CDR અને કોલ ડીટેલ મંગાવવાની તજવીજ હાથ ધરી
અમદાવાદ: શહેરમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન વખતે અનેક લોકોના પાકીટ ચોરાયા હતા. આ ઘટનામાં નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વડોદરાના 75 વર્ષીય ગોવિંદ પટેલની ધરપકડ કરી હતી. આ વૃદ્ધે ભીડનો લાભ લઇને લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ તેમજ સમર્થકોએ આ વૃદ્ધને પોલીસના હવાલે કર્યો હતો. આ ઉપરાંત, નવરંગપુરા પોલીસે આ વૃદ્ધની શંકાના આધારે ધરપકડ કરી છે. આ તરફ, વૃદ્ધ આરોપીનું કહેવું છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વડોદરાથી આવ્યા હતા. ત્યારે પોલીસને શંકા છે કે આ વૃદ્ધની જોડે અન્ય લોકો પણ શામેલ હોઈ શકે છે. જેથી તેના CDR અને કોલ ડીટેલ કાઢવાની તજવીજ નવરંગપુરા પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો:રથયાત્રા યોજવા અમદાવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ