અમદાવાદ અમદાવાદમાં એક જાણીતા બિલ્ડર તરીકેની ઓળખ ઉભી કર્યા બાદમાં બિલ્ડરે લોકો સાથે ઠગાઈ આચરવાનો ધંધો શરૂ કરી દીધો. ઠગ સૌરીન પંચાલની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો એક ફ્લેટ બારોબાર અન્ય વ્યક્તિને વેચી દઈ કરોડો રૂપિયાનું ચિટિંગ આચરતો હતો. આમ છેલ્લા 10 વર્ષથી પોતાની અલગ અલગ ફ્લેટની સ્કીમમાં (luxurious flats in ahmedabad) એક મકાન અલગ અલગ બેથી ત્રણ વ્યક્તિઓને વેચીને ચિટિંગ કરતો હતો. ત્યારે અમદાવાદમાં એક વ્યક્તિના 1.40 કરોડ રુપીયા ચાવી જતા પોલીસ ફરિયાદ સામે આવી છે.
કરોડોનું ફુલેકુ ફેરવનારની પોલીસ ફરિયાદ ન લેતા ભોગ બનનારે કરી ગૃહપ્રધાનને રજુઆત શું છે સમગ્ર ઘટના આંબાવડીના શિરીષ શાહે વર્ષ 2019માં પત્નીના નામે પાલડીમાં એલિમેન્ટ્સ શાનવ નામની ફ્લેટની સ્કીમમાં ફ્લેટ બુક કરાવ્યો હતો. જે પેટે એલીમેન્ટ્સ પ્રોજેક્ટ એન એપ્ટસ ઇન્ફો પ્રોજેકટ એલએલપીના માલિક સૌરીન પંચાલ, તુષાર પંચાલ અને કોમલ પંચાલને 1.40 કરોડ ચૂકવી દીધા. સૌરીન પચાંલે શરીષભાઈને (house documentation procedure)બાનાખત કરી આપ્યો પણ દસ્તાવેજ ના કરી આપ્યો. એ જ ફ્લેટ ઠગ સૌરીન પંચાલે મલ્લિકા પટેલ અને વિઠ્ઠલ પટેલને ખોટા રજિસ્ટર બાનાખતથી વેચી દીધો હતો. જે ખબર પડી કે સૌરીન તેના જાણીતા વકીલને ફ્લેટ આપી દીધો છે. ત્યારે ઠગ સૌરીન પંચાલે લક્ઝુરિયસ એક ફ્લેટ બેથી ત્રણ લોકોને આપી ઠગાઈ આચરી છે.
આ પણ વાંચોઘર વસાવતા પહેલા ચેતી જજો, નહીં તો પડી જશે મોંઘું
પોલીસ ફરિયાદ લેતી ન હતી જેમાં લોકો પોતાના સપનાનું મકાન સમજીને ઘર ખરીદ્યું અને બાદમાં ખબર પડી કે તેમની સાથે ચિટિંગ થયું છે. આ બિલ્ડર સૌરીને અનેક લોકો સાથે મિટિંગ કરી હોવા છતાં પોલીસ ફરિયાદ લેતી ન હતી. મોટાભાગના ફરિયાદીઓ છેલ્લા બે વર્ષથી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહ્યા હતા. બાદમાં ભોગબનનારે ગૃહપ્રધાનને રજુઆત કરતા અંતે ક્રાઈમ બ્રાન્ચે એક ફરિયાદ નોંધી. જે બાદ સૌરીન પચાંલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. જેમાં બિલ્ડર સૌરીન પંચાલને છાવરી (flat fraud case) રહી હોવાની ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચોવડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ
અન્ય એક જગ્યાએ છેતરપિડી ઉલ્લેખનીય છે કે, આરોપી સૌરીન પંચાલ વિરુદ્ધ એલિજબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ગુનો નોંધાઇ ચુક્યો છે. જેમાં લો ગાર્ડન પાસે આવેલા સેન્ટ્રલ પાર્કમાં લક્ઝુરિયસ ફ્લેટમાં 3 કરોડ લઈ એક ફ્લેટ બે બે લોકો વેચ્યો હતો. જેમાં પણ આરોપી વોન્ટેડ હતો. ત્યારે આ કેસમાં સૌરીન પંચાલની પત્ની કોમલ તેમજ તુષાર પંચાલ પણ સહ આરોપી છે. પરંતુ હાલમાં તે બન્ને ફરાર છે. જોકે આ કેસમાં ક્રાઇમ બ્રાંચની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે યોગ્ય તપાસ કરીને ભોગબનારે ન્યાય અપાવશે કે કેમ તે મોટો સવાલ ઉભો થઇ રહ્યો. Fraud builder in Ahmedabad, flat skim ahmedabad, Showed the dream of his house, Crime case in Ahmedabad