અમદાવાદઃ હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાંથી પરપ્રાંતીયો પોતાના વતન જવા ઈચ્છી રહ્યા છે. જે માટે સરકારે અલગ અલગ બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી છે, ત્યારે લોકોને વતન જવા માટે ટિકિટ અને બનાવટી ટોકન આપીને છેતરપિંડી આચરનાર 3 આરોપીને ઝડપાયાં છે.
અમદાવાદ: પરપ્રાંતીયો પાસેથી ટિકિટના બહાને લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયા - રામોલ પોલીસ
અમદાવાદમાં રામોલ પોલીસે વતન જઈ રેહલા પરપ્રાંતીયો સાથે આર્થિક છેતરપિંડી કરનાર 3 ઈસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય સરકારના વહીવટી તંત્રએ પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે ખાસ ટ્રેન ઉપલબ્ધ કરાવી છે. જે માટે અલગ અલગ સેવાકીય સંસ્થાની પણ મદદ લેવામાં આવી રહી છે, ત્યારે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ નામની સંસ્થા પર શ્રમિકોને ઓળખના ભાગ રૂપે ટોકન આપી રહી છે અને ટિકિટના પૈસા ઉઘરાવી રહી છે. 3 ઈસમોએ શ્રમિકો પાસેથી પૈસા લઈ ઉત્તર ભારતીય વિકાસ પરિષદના જેવું બનાવટી ટોકન બનાવી છેતરપીંડી આચરી છે.
આ ઈસમોએ એક ટોકનના 1000 રૂપિયા લેખે કુલ 300 બનાવટી ટોકનની વહેંચણી કરી છે. આમ કુલ 3,00,000 રૂપિયાની છેતરપીંડી આચરી છે. જે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.