ગુજરાત

gujarat

ETV Bharat / city

વટવામાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ મામલે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

વટવામાં પૈસાની લેતી દેતીમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ બાદ પોલીસે 3 અપહરણકર્તાની ધરપકડ કરી છે. ત્યારે, પોલીસ દ્વારા વેપારીને અપહરણ કરનારાઓ પાસેથી છોડાવવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટની ગાડીના 40,000 રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીઓએ અપહરણ કર્યું હતું.

વટવામાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ મામલે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
વટવામાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ મામલે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

By

Published : May 31, 2021, 8:56 PM IST

  • ટ્રાન્સપોર્ટના વેપારીનું કરવામાં આવ્યું હતું અપહરણ
  • વેપારીનું પૈસાની લેતીદેતીમાં થયું હતું અપહરણ
  • પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદ:શહેરના વટવામાં આવેલા ભરવાડ વાસમાં રહેતા ટ્રાન્સપોર્ટના વેપારી સુરેશ ભરવાડને ધૈર્ય જરીવાલા પાસેથી 40,000 રૂપિયા ભાડાના બાકી હોવાથી સુરેશ ભરવાડ દ્રારા પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. પૈસા ચુકવવા ન પડે તે માટે ધૈર્ય જરીવાલાએ પોતાના મિત્રો સાથે સુરેશ ભરવાડનું અપહરણ કર્યુ હતું. આરોપી દ્વારા કહેવામાં આવતી માહિતી પ્રમાણે, સુરેશ તેના ભાઇ રાયમલ સાથે રામછાપરી હોટલ પાસે ઉભો હતો. ત્યારે, ધૈર્ય તેના મિત્ર પરાગ ટાટારિયાને કારમાં લઇને ત્યાં આવ્યો હતો. ત્યારે, સુરેશને કહ્યું કે,‘તું પૈસા માટે વારંવાર મને ફોન કરે છે, ચાલ ગાડીમાં આવી જા તને પૈસા આપી દઉં.’ ત્યારબાદ ધૈર્યએ સુરેશના શર્ટનો કોલર પકડી ગાડીમાં બેસાડી, બીભત્સ ગાળો બોલી લોખંડની પાઇપના પગમાં ફટકા મારી બારેજા બાજુ લઇ જઇ રસ્તામાં ઉતારીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની જાણ વેપારીએ વટવા પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી હતી.

વટવામાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ મામલે પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો:કેશોદ તાલુકાના ગેરકાયદેસર નાણા ધિરનારા બે શખ્સોને PASA એક્ટ હેઠળ જેલમાં મોકલાયા

3 વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

પૈસાની લેતી-દેતી અને અપહરણના કેસમાં પોલીસે ફરિયાદી સુરેશ ભરવાડ વિરૂધ્ધ પણ જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તેની પણ ધરપકડ કરવામા આવી હતી. આ ઉપરાંત, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાત્રે 9 વાગ્યા બાદ કરફ્યુ હોવા છતા સુરેશ ભરવાડ પોતાના ભાઈઓ સાથે એસ પી રીંગ રોડ પર બેઠો હોવાથી જાહેરનામાનું ઉલ્લઘંન કર્યુ હતુ. જેથી, કાયદાની ચુંગલમા ફરિયાદી પણ ભરાયો હતો. વટવા પોલીસે સુરેશની ધરપકડ કરીને તેને જામીન પર મુક્ત કર્યો હતો. જ્યારે, અપહરણના કેસમાં પોલીસે ધૈર્ય જરીવાલા, પરાગ ટાટારીયા અને ધૈર્યના પિતા હેમંતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:અમદાવાદમાં લૂંટ કરતી ઉત્તરપ્રદેશની ગેંગના 4 સાગરીતો ઝડપાયા

ત્રણેય આરોપીના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. અગાઉ સુરેશ ભરવાડ આરોપીની ટ્રાન્સપોર્ટની કપંનીમા ડ્રાઈવર હતો. ત્યારબાદ તેણે પોતાનો ટ્રાન્સપોર્ટનુ શરૂ કર્યુ. આરોપીઓને ગાડીની જરૂર હોય ત્યારે તેઓ સુરેશ પાસેથી ગાડી મંગાવતા હતા. અગાઉ પણ બન્ને વચ્ચે પૈસાની બાબતને લઈને ઝગડો થયો હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. હાલમા વટવા પોલીસે ત્રણેય આરોપીના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details