અમદાવાદઃ શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. જેથી સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં મેસેજ કરવામાં આવ્યા હતો. જેના પગલે ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અમદાવાદ શહેરના ઉસ્માનપુરાની દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા મામલે પોલીસે મૌલવી સહિત 12ની કરી અટકાયત - સાબરમતી રિવરફ્રન્ટ
કોરોનાની મહામારી વચ્ચે દરગાહમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવા મેસેજ સાથે અમદાવાદ શહેરની વાડજ પોલીસ દોડતી થઈ હતી. અંદાજે 300થી વધુ લોકો એકઠા થયેલા જોઈએ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. જો.કે પોલીસે સાવચેતીના ભાગરૂપે તરત ત્યાંથી લોકોને દૂર કર્યા અને મૌલવી સહિત 12 લોકોની સામે કડક કાર્યવાહી કરી છે.
અમદાવાદ શહેરના ઉસ્માનપુરાની દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા મામલે પોલીસે મૌલવી સહિત 12ની કરી અટકાયત
દરગાહ ખાતે લોકોના ટોળાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાકે લોકો માસ્ક નહોતા પહેર્યા તો સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું જાણાય છે. ગુરુવારે દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની માહિતી મળતાં પોલીસ પહોંચી ગઈ હતી અને મૌલવી સહિતના લોકો સામે ગુનો નોંધી 12 લોકોની અટકાયત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવતી અમાસે સાબરમતી રિવરફ્રન્ટ પર ધાર્મિક અનુષ્ઠાન માટે પુજારીઓ અને લોકો ભેગા થતા તેમના વિરૂદ્ધ પણ પોલીસે કાર્યવાહી કરી હતી.