અમદાવાદ - મોરેશિયસના વડાપ્રધાનને આવકારવા અમદાવાદ તૈયાર (PM Road Show in Ahmedabad)જોવા મળ્યું હતું. અમદાવાદમાં ભારે ગરમીનું વાતાવરણ છે તેમ છતાં બાળકોમાં વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ (Mauritius PM Gujarat Visit) અને પીએમ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ સર્કલ પર ભરત ભરેલી છત્રી (Attractions of Motipura Raas Mandal's umbrella) આકર્ષણનું કેન્દ્ર બની છે.
અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઇ ઝાકઝમાળ છત્રી બની આકર્ષણનું કેન્દ્ર - સાણંદ તાલુકાના મોતીપુરા રાસ મંડળ દ્વારા ભરત ભરેલી રંગબેરંગી છત્રી આકર્ષણનું કેન્દ્ર (Attractions of Motipura Raas Mandal's umbrella) બનેલી જોવા મળી રહી છે. આ મંડળ છેલ્લા 50 વર્ષથી આવા રોડ શોમાં (PM Road Show in Ahmedabad) અલગ અલગ કાર્યક્રમોમાં પોતાની છત્રીનું આકર્ષણ બતાવે છે.
આ પણ વાંચોઃ Mauritius PM Gujarat Visit : રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનો રોડ શો, ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું
એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી દેશભક્તિના ગીતની ગૂંજ- વડાપ્રધાનને આવકારવા માટે ભારતના વિવિધ પ્રાંતના નૃત્ય દર્શાવવામાં આવી રહ્યા છે. જેના માટે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી કુલ 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં 14 સ્ટેજ અમદાવાદ કોર્પોરેશન દ્વારા (Welcome to PM by Ahmedabad Corporation) અને 16 સ્ટેજ ગુજરાત રમત ગમત વિભાગ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટેજીસ પર રાસગરબા, ભરત નાટ્યમ, કથકલી જેવા નૃત્ય સાથે સાથે દેશભક્તિના ગીત પણ વગાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ PM Road Show in Ahmedabad : બન્ને વડાપ્રધાનોના રોડ શોને લઈને જાહેરનામુ, જાણો કયા રોડ પર પ્રતિબંધ
પીએમની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસનો (PM Modi visit to Gujarat) આજે બીજો દિવસ છે. આજે મોરેશિયસના વડાપ્રધાન (Mauritius PM Gujarat Visit) પણ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મોરેશિયસના PM સાથે PM મોદી જામનગરનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ સાથે આવી રહ્યાં છે.તેઓના સ્વાગત માટે અમદાવાદમાં ભવ્ય રોડ શોનું (PM Road Show in Ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોના કારણે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદમાં આ રોડ પર નહીં જવાય- આ રોડ શોને (PM Road Show in Ahmedabad)લઈને ડફનાળાથી નોબલનગર ટી સુધી વાહનોની અવરજવર પર બપોરે 3 કલાકથી રોડ શો પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધમૂકવામાં આવ્યો છે. ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ, ઇન્દિરા બ્રિજ સર્કલ, નોબલનગર ટી સુધીનો રસ્તો વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.