અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાયન્સ સિટી ખાતે સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્કલેવનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન (PM Narendra Modi virtually Inaugurate) કર્યું હતું. આ કોન્કલેવમાં 250થી વધુ ડેલિગેટ્સ જોડાયા (Centre State Science Conclave at Science City) હતા. વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રના વિકાસ માટે વિજ્ઞાન જરૂરી છે. એટલે સમાજને વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ છે. વિજ્ઞાને વિકાસને ગતિ આપી છે. વિજ્ઞાનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi virtually Inaugurate) સંબોધનમાં જણાવ્યું હતું કે, 21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના વિકાસને દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે. આજે જ્યારે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારત વધી રહ્યું છે આગળ વડાપ્રધાને વધુમાં (PM Narendra Modi virtually Inaugurate) ઉમેર્યું હતું કે, સમાધાન, સોલ્યુશન, ઈવોલ્યુશન અને ઈનોવેશનનો આધાર વિજ્ઞાન જ છે. આ જ પ્રેરણાથી આજનું નવું ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમ જ જય અનુસંધાનના આહ્વાન સાથે આગળ વધી રહ્યું છે.
PMએ કરી વૈજ્ઞાનિકોની સરાહનાવડાપ્રધાને સંબોધનમાં (PM Narendra Modi virtually Inaugurate) ઉમેર્યું હતું કે, જો આપણે છેલ્લા સદીની શરૂઆતી દાયકાઓને યાદ કરીએ તો જોઈએ છીએ કે વિશ્વમાં કોઈ પણ પ્રકારનો વિનાશ અને દુર્ઘટનાનો તબક્કો ચાલી રહ્યો હતો, પરંતુ આ જ તબક્કામાં આપણે વાત ભલે પૂર્વની હોય કે પછી પશ્ચિમની દરેક જગ્યાએ વૈજ્ઞનિકોએ પોતાની મહાન શોધમાં લાગેલા જ હતા.
ભારતના વૈજ્ઞાનિકોએ આપી ટક્કર વડાપ્રધાને (PM Narendra Modi virtually Inaugurate) જણાવ્યું હતું કે, પશ્ચિમમાં આઈન્સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નિલ્સ બોહર, ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો તેમના પ્રયોગોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. તે જ સમયગાળામાં સીવી રામન, જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા, એસ. ચંદ્રશેખર સહિત ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા.