અમદાવાદરાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસમાં (PM Modi Gujarat Visit) વધારો થઈ રહ્યો છે. એટલે કે ફરી એક વાર ગુજરાતની ચૂંટણી જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. તેવું લાગી રહ્યું છે. આ સાથે જ હવે વડાપ્રધાન 19 અને 20 ઓક્ટોબર એમ 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તે દરમિયાન તેઓ 20 ઓક્ટોબરે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનું (PM Modi to inaugurate defense expo) ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ રાજકોટ અને જૂનાગઢ જશે.
PM મોદી 19 અને 20મીએ ગુજરાત પ્રવાસે, ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરી SoUમાં ભારતીય રાજદૂતોની કોન્ફરન્સમાં રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 અને 20 ઓક્ટોબર ફરી ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવશે. 20 ઓક્ટોબરે તેઓ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન (PM Modi to inaugurate defense expo) કરશે. સાથે જ વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત (PM Narendra Modi to visit Statue of Unity) રહેશે.
રાજકોટમાં PMનો રોડ શૉ રાજકોટમાં વડાપ્રધાન રોડ શૉ (PM Modi Road Show in Rajkot) કરશે. સાથે જ અહીં તેઓ 5,400 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ કરશે. આ જ દિવસે વડાપ્રધાન મહીસાગર, છોટાઉદેપુર અને કેવડિયા પણ (PM Narendra Modi to visit Statue of Unity) જશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી પણ રહેશે ઉપસ્થિત કેવડિયામાં ભારતના ડિપ્લોમેટિક મિશનના વડાઓની (Annual Conference of Indian Ambassadors) 19થી 22 ઓક્ટોબર દરમિયાન કોન્ફરન્સ યોજાવાની છે. ત્યારે આ કોન્ફરન્સમાં વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ (antonio guterres un secretary general) વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ લાઈફ સ્ટાઈલ ફૉર એન્વાયર્મેન્ટ (લાઈફ) પ્રોગ્રામ પણ લોન્ચ કરશે. આ કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાને ગયા જૂન મહિનામાં કરી હતી અને નીતિ આયોગ તેનું અમલીકરણ કરી રહ્યું છે.