ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો - PM Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત (PM Narendra Modi guajarat Visit) મુલાકાતે આવીને ગયા. ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી તેની સાથે રૂપિયા 14,500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના તમામ મતદારોને આકર્ષવા માટેનો પ્રયાસ કર્યો હતો

PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો
PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો

By

Published : Oct 11, 2022, 10:13 PM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ચારેય (Gujarat Visit PM Modi) ખૂણે ફરીની ગુજરાતની પ્રજાને વિકાસ કામોની ભેટ ધરી હતી. અને દરેક ક્ષેત્રની વિશેષતા યાદ કરાવી હતી. તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડે હાથ પણ લીધી હતી. અને ગુજરાતની પ્રજાને સતર્ક રહેવા આહ્વાન કર્યું હતું. હિન્દુ ધર્મ, ધાર્મિક સ્થાનો અને મંદિરો, સરદાર વલ્લભાઈ પટેલ, જામનગરના જામ સાહેબ, મોઢારનું સૂર્યમંદિર, વડનગરને યાદ કરીને તેના વિકાસની વાતો ગુજરાતની (Gujarat Assembly Election 2022) પ્રજાને યાદ કરાવી હતી.

PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો
સરદાર પટેલને યાદ કર્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના (PM Modi in Bharuch) આમોદમાં રૂપિયા 8000 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ પણ કર્યો હતો. ફાર્માસ્યુટિક્લ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાના વખાણ કર્યા હતા. મેક ઈન ભારતનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. પાવર પ્લાન્ટ અને સોડા પ્લાન્ટને સમર્પિત કર્યો હતો. આણંદમાં વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. ચરોતર વિસ્તારએ સરદાર પટેલનો વિસ્તાર છે, આથી તેમણે કહ્યું હતું કે સરદારનું માથુ ઊંચું કર્યું છે. અને સરદાર સાહેબના રસ્તે હું ચાલી રહ્યો છું.

કોંગ્રેસવાળા ગયા છે ખરા?વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તમે કોંગ્રેસવાળાને પુછજો કે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા છો? કેમ નથી જતા? સરદાર સાહેબે રજવાડા એક કર્યા, અને કશ્મીર એક બાકી રહ્યું હતું તે કોંગ્રેસના ભાઈના હાથમાં આવ્યું તો ઊંધુ માર્યું. એમ કહીને કોંગ્રેસને ટોણો માર્યો હતો. દોસ્તો આપણે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવ્યું, તો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં વધુ ટુરિસ્ટો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છે. ટુરિઝમને કારણે ગુજરાતનો વિકાસ ફુલ્યોફાલ્યો છે.

PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો
મોઢેરા સોલર વિલેજ:મોઢેરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલરથી સંચાલિક સૂર્ય મંદિરને ખુલ્લુ મુક્યું હતું. અને સાથે આખુ મોઢેરા ગામ સોલર વીલેજ જાહેર કર્યું હતું. તે પણ દેશનું પ્રથમ સોલર વીલેજ બન્યું છે. આ તબક્કે મોદીએ કહ્યું હતું કે મારો ગુજરાતી સોલરથી વીજળી પેદા કરે, લાઈટ બિલ ઝીરો આવે અને વીજળી વધે તો સરકારને વેચે. સોલારથી વીજળી પેદા કરીને મારો ગુજરાતી કમાઈ રહ્યો છે.
PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં જામકંડોરણામાં જાહેરસભા કરી હતી, ત્યાથી તેઓ અમદાવાદ આવીને સિવિલ હોસ્પિટલમાં આવીને કિડની હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને નવી એનેક સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો.
PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો
અર્બન નક્સલીઓ: આ તમામ સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર કહ્યું હતું કે મારી ગુજરાતની પ્રજાને કહી રહ્યો છું કે અન્ય રાજ્યોમાંથી અર્બન નક્સલીઓ ગુમરાહ કરવા આઆ અર્બન નક્સલીઓથી ચેતજો.

ખાટલા બેઠકો કરે છે:તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસના નામ સાથે કહ્યું હતું કે આ કોંગ્રેસવાળા અત્યારે શું કરે છે. ચુપચાપ પ્રચાર કરી રહ્યા છે ગામેગામ ખાટલા બેઠકો કરે છે. મને દિલ્હી બેઠાબેઠા દેખાય છે. કંઈક નવી ચાલ રમી રહ્યા છે, તમે બધા સર્તક રહેજો. એમની વાતમાં ન આવતા. કોંગ્રેસે ગુજરાતને નીચુ જોવડાવામાં કંઈ બાકી રાખ્યું નથી. મને પણ કેટલો હેરાન કર્યો હતો. આ બધુ યાદ રાખજો. એમ કહીને કોંગ્રેસની ટીકા કરી હતી.

PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો
રાઘવ ચઢ્ઢા પ્રજા વચ્ચે છે:વડાપ્રધાન મોદીના પ્રવાસની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઠ્ઠા ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી રહ્યા છે. તેઓ જાહેરસભા, રોડ શો અને સંવાદ કરી રહ્યા છે. રાઘવ ચઠ્ઠા પ્રજા વચ્ચે જઈને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે. કોંગ્રેસે પીએમ મોદીને કર્યો સવાલ: બીજી તરફ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં કુલ 70 હજાર એન્જિનિયરીંગની બેઠકો થઈ છે. કોંગ્રેસે ટ્વીટ કરીને હકીકત જણાવી વર્ષ 2000ની સાલમાં સરકારી એન્જિનિયરીંગ કોલેજોની સંખ્યા 9 હતી અને ખાનગી કોલેજની સંખ્યા 15 હતી. છેલ્લા 20 વર્ષમાં સરકારી કોલેજની સંખ્યા 9થી વધીને 19 અને ખાનગી કોલેજની સંખ્યા 15થી વધીને 112 સુધી પહોંચી છે. હવે વાત એ છે કે નોકરી કેટલાને મળી?
PM મોદીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, તો સામે જવાબ આવ્યો
એશિયા ખંડની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલના કેન્દ્રની યુપીએ સરકાર વખતે ડૉ. મનમોહનસિંહજીના નેતૃત્વમાં અપગ્રેડેશન ઓફિસે સિવિલ હોસ્પિટલના નેજા હેઠળ ગુજરાતને 1200 કરોડ કરતાં વધુ રકમ ફાળવવામાં આવી હતી. અને એના કારણે વિવિધ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી અને આરોગ્ય સેવાઓ વધી છે. દરેક રાજ્યના ભાગરૂપે ગુજરાતને પણ આ સહાય આપવામાં આવી હતી.-- કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

વડાપ્રધાનને પણ હવે સમજાઈ ગયું છે કે ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નહીં પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ છે. એટલે જ વડાપ્રધાન ભાજપની સાથેસાથે કોંગ્રેસનો પણ પ્રચાર કરી રહ્યા છે. 27 વર્ષથી ભાજપ સત્તામાં છે કારણકે ભાજપ અને કૉંગ્રેસ બન્ને એક જ છે.---ઈશુદાન ગઢવી (આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી)

ABOUT THE AUTHOR

...view details