ગુજરાત

gujarat

ETV Bharat / city

પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો, ખેલાડીઓને આપ્યો જીતનો મંત્ર - પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતીમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નો પ્રારંભ કરાવ્યો ( PM Narendra Modi inaugurates 36th National Games in Ahmedabad ) છે. આ પ્રસંગે સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ ( 36th National Games in Ahmedabad ) યોજાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા આજે એક જન આંદોલન બની ગયું છે. નેશનલ ગેમ્સમાં પીએમ મોદીના સંબોધનની વિશેષ વાતો ( PM Modi address at National Games ceremony ) વાંચો આ અહેવાલમાં

પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો, ખેલાડીઓને આપ્યો જીતનો મંત્ર
પીએમ નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો, ખેલાડીઓને આપ્યો જીતનો મંત્ર

By

Published : Sep 29, 2022, 10:10 PM IST

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નો પ્રારંભ કરાવી દીધો ( PM Narendra Modi inaugurates 36th National Games in Ahmedabad )છે. ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ, વિશ્વમાં સૌથી વધુ યુવાનોનો દેશ અને દેશનો સૌથી મોટો રમતોત્સવ. આટલું કહેતા જ સ્ટેડિયમમાં ઉપસ્થિત 1.25 લાખથી ( 36th National Games in Ahmedabad ) વધુ જનમેદનીએ તાલીઓના ગડગડાટથી મોદીને વધાવી લીધાં હતાં.જે બાદ તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન ( PM Modi address at National Games ceremony )માં અનેક મહત્ત્વની વાત કહી હતી.

ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા આજે એક જન આંદોલન

ઊર્જા અસાધારણ હોય છેપીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે આયોજન એટલું અદભૂત અને અદ્વિતિય હોય તો તેની ઉર્જા એટલી અસાધારણ હોય છે. કાલે અમદાવાદમાં જેવી રીતે શાનદાર ભવ્ય ડ્રોન શો યોજાયો તેની જોઈને સૌ કોઈ અંચબિત થઈ ગયા હતા. અને ગર્વ અનુભવી રહ્યા હતાં. ટેકનોલોજીથી ભરપુર ડ્રોનની જેમ ગુજરાત ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.

દેશ માટે એક મોડલ છે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ફૂટબોસ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ જેવી અનેક રમતો રમવાની સુવિધા એક સાથે ઉપલબ્ધ છે. આ એક પુરી રીતે દેશ માટે એક મોડલ છે.

અન્ય રાજ્યના ખેલાડીઓ નવરાત્રિનો આંનદ લે હાલ આ સમયમાં ગુજરાતમાં નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં મા દુર્ગાની ઉપાસનાથી લઈન ગરબા સુધી તેની એક અલગ ઓળખ છે. જે ખેલાડી બીજા રાજ્યોથી આવ્યા છે, તેમને હું કહીશ કે રમતોની સાથે અહીંયાની નવરાત્રિના આયોજનનો પણ આનંદ લે. કાલે નીરજ ચોપરાએ વડોદરામાં જઈને ગરબા ગાયા હતા. એવી જ રીતે અન્ય રાજ્યોના ખેલાડીઓ ગરબા ગાવા જરૂર જજો.

રમતોમાં જીત એ દેશની જીતનો રસ્તો છેરમતના મેદાનમાં ખેલાડીઓની જીત, તેમનું દમદાર પરફોર્મન્સ, અન્ય ક્ષેત્રોમાં દેશની જીતનો રસ્તો બનાવે છે. સ્પોર્ટ્સનો સોફ્ટ પાવર દેશની ઓળખ અને દેશની છબિને અનેકગણી વધુ સારી બનાવી દે છે. હું સ્પોર્ટ્સના સાથીઓને વારંવાર કહેતો હોઉ છું કે Success starts with action. એટલે કે આપે જે ક્ષણે શરૂઆત કરી દીધી તે ક્ષણે જ સફળતાની શરૂઆત થઈ જાય છે.

ભારતીય ખેલાડીઓ 100થી વધુ ઈવેન્ટમાં ભાગ લે છે 8 વર્ષ પહેલા ભારતના રમતવીરો માત્ર 20-25 રમત જ રમતા હતા. હવે ભારતના ખેલાડીઓ અંદાજે 40થી વધુ અલગઅલગ રમતોમાં ભાગ લે છે. 8 વર્ષ પહેલા ભારતના ખેલાડીઓ 100થી પણ ઓછા આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભાગ લઈ શકતા હતી. હવે ભારતના ખેલાડીઓ 300થી વધુ ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં ભાગ લઈએ છે.

TOPS એક મોટી ભૂમિકા નિભાવી રહ્યું છેઅમે સ્પોર્ટ્સ સ્પિરિટની સાથે સ્પોર્ટ્સ માટે કામ કરીએ છીએ. TOPS જેવી યોજના દ્વારા વર્ષો સુધી મિશન મોડની તૈયારીઓ કરી છે. આજે મોટા મોટા ખેલાડીઓની સફળતાથી લઈને નવા ખેલાડીઓના ભવિષ્ય નિર્માણ સુધી TOPS એક મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે. આજે ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા જેવો પ્રયાસ એક જન આંદોલન બની ગયું છે.

નેશનલ ગેમ્સના માસ્કોટ સાથે સ્ટેડિયમમાં લટાર

રમતનું બજેટ 70 ટકા વધ્યું છે આજે ખેલાડીઓને વધુમાં વધુ સંસાધન આપવામાં આવી રહ્યા છે અને વધુમાં વધુ અવસર મળી રહ્યા છે. પાછલા 8 વર્ષોમાં દેશના રમતનું બજેટ અંદાજે 70 ટકા વધ્યું છે. હવે દેશના પ્રયાસ અને ઉત્સાહ માત્ર થી એક રમત પુરતી સિમિત રહ્યું નથી. પરંતુ કલારીપયટ્ટુ અને યોગાસન જેવી ભારતીય રમતોને મહત્વ મળી રહ્યું છે.

પીએમ મોદીની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો

મોદીએ ખેલાડીઓને આપ્યો મંત્ર મને ખુશી એ વાતની છે કે આ રમતોને નેશનલ ગેમ્સ જેવા મોટા આયોજનોમાં તેને સામેલ કરવામાં આવી છે. તમામ રમતવીરોને હું એક મંત્ર આપવા માંગીશ. જો તમારે કોઈપણ હરિફાઈ જીતવી હોય તો આપે કમિટન્ટ અને કન્ટિન્યૂટીને જીવંત રાખવા નવું શીખવું પડશે. રમતોમાં હારજીતને કયારેય પણ અંત ન માનવો જોઈએ. આ સ્પોર્ટ્સ સ્પિરિટ તમારા જીવનનો ભાગ હોવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details