અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્ન યુવાનો નોકરી શોધનારાઓને બદલે જોબ ક્રિએટર બનવાનું છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં યુવા ઉદ્યોગ સાહસિકો માટે બે એક્સલેટર ખોલવામાં આવશે. આ એક્સલેટર વિદ્યાર્થીઓને અન્ય દેશમાં પોતાનો બિઝનેસ બનાવવાની મંજૂરી આપશે. યુવા પેઢીએ સ્ટાર્ટ અપ ઈન્ડિયાની(Start up India) સફળતા માટે સક્રિયપણે પ્રયત્ન કરવો જોઈએ.
આગામી સમયમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ સરળતાથી ઇન્ટરનેશનલ બિઝનેસ કરી શકે અને તેમના સ્ટાર્ટઅપને વેગ મળે તે માટે હવે જીયુસેક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પણ વાંચો:સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી
સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરીને, રોકાણકારો ઉત્પાદનને બજારમાં લાવશે -ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University Ahmedabad) સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલમાં(Start up and Entrepreneurship Council) નિધિ અને સમૃદ્ધિ એક્સલેટર શરૂ કરવામાં આવશે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ, IT, હેલ્થ, ક્લીન એન્ડ ગ્રીન ટેકનોલોજી(Clean and green technology), એજ્યુકેશન હેઠળના સ્ટાર્ટ અપ આઇડિયા મંગાવવામાં આવશે. યુવાઓના સ્ટાર્ટઅપ્સને યુરોપ, સિંગાપોર, દુબઇ, નોર્થ અમેરિકા, મિડલ ઇસ્ટ એમ બધા જ રિજનમાં સ્ટાર્ટ અપ એક્સેસ આપવામાં આવશે. જેથી ઇન્વેસ્ટર્સ સ્ટાર્ટમાં રોકાણ(Investors invest in startups) કરી શકે અને પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચાડી શકાય. વિદેશના સ્ટાર્ટઅપને ભારતમાં ધંધો કરવા માટે જીયુસેક મહત્વની ભૂમિકા(Important Roles of GUSEC) ભજવશે.
આ પણ વાંચો:સપાટીને કીટાણુમુક્ત રાખવા અમદાવાદના બે યુવકોનું સ્ટાર્ટ અપ
સ્ટાર્ટઅપના વિકાસને આગળ વધારવા GUSEC આવશ્યક બનશે -જ્યારે આગામી સમયમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ સરળતાથી ઇન્ટરનેશનલ બિઝનેસ(International business) કરી શકે અને તેમના સ્ટાર્ટઅપને વેગ મળે તે માટે હવે જીયુસેક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે આ એક્સેલેટર જૂન મહિનાથી શરૂ થશે. જ્યારે તેનું રજિસ્ટ્રેશન મેં મહિનાના અંત સુધીમાં શરૂ થશે. જ્યારે અન્ય વિગતો જીયુસેકની વેબસાઈટ પર મુકવામાં આવશે.