151 જૂનિયર આર્ટિસ્ટને રાશન કિટ આપીને પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી - જન્મદિવસ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરની નરેન્દ્ર મોદી ફેન ક્લબ દ્વારા 151 જેટલા જૂનિયર આર્ટિસ્ટને એક મહિનાની રાશન કિટ આપવામાં આવી હતી.
151 જૂનિયર આર્ટિસ્ટને રાશન કિટ આપીને પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
અમદાવાદઃ એક બાજુ કોરોના વાયરસ હવે વિશ્વવ્યાપી રોગચાળો બન્યો છે ત્યારે લાખો લોકો આ વાયરસના સંક્રમણનો ભોગ બન્યાં છે. ત્યારે બીજી તરફ લગાવી દેવામાં આવેલ લોકડાઉનનાના પગલે લાખો લોકોની નોકરીઓ પણ જતી રહી છે. જેના લીધે નાના વ્યવસાય કરતાં લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેવા સંજોગોમાં કલાજગત સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. તેવામાં એવા પણ કેટલાક લોકો છે જ જેઓ નાના માણસની મદદે આવી રહ્યાં છે અને તેમનું ગુજરાન ચલાવી રહ્યાં છે.