ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે નવરાત્રી મહોત્સવની મુલાકાત લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર કરશે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે ગ્લોબલ ગરબો બન્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. ત્યારે PM મોદીના આગમનને લઈને કેટલાક માર્ગો પણ બંધ રાખવામાં આવ્યા છે. (navratri mahotsav 2022)
લોકોમાં ભારે ઉત્સાહ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. (PM Modi visits navratri mahotsav 2022)
ખેલૈયાઓનો ઉત્સાહ આ વર્ષે કોરોનાના કેસોમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે પરાકાષ્ઠાએ છે. ત્યારે વાયબ્રન્ટ નવરાત્રીના આયોજનમાં આ વખતે ઘણા નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ખાસ શેરી ગરબાની થીમનું આયોજન કરવામાં આવ્યુ છે, જ્યાં ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત રાખવામાં આવ્યો છે. સાથે જ તારીખ 27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ખાસ રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં છેલ્લા નોરતે વિજેતા ઘોષિત કરવામાં આવે છે.