અમદાવાદઃ વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે. વડાપ્રધાને અહીં ખૂલ્લી જીપમાં આવીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ વડાપ્રધાને અહીં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં (Gujarat Gaurav Abhiyan Program ) 1.41 લાખ પરિવારોને વડાપ્રધાનના હસ્તે ઘરનું ઘર મળ્યું હતું. ત્યારે સભાસ્થળે વહેલી સવારથી જ લોકો એકઠા થઈ ગયા હતા.
કુપોષણ-એનિમિયા સામે ચાલી રહ્યું છે અભિયાન - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સફળ અનુભવને વિસ્તાર આપતા દેશમાં કુપોષણ અને એનિમિયા સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પહેલી વખત દેશમાં હવે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ તરીકે એટલે કે ભાદરવા મહિનામાં પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અભિયાનથી પણ ગુજરાતની મહિલાઓને મદદ મળી રહી છે. પોષણનો અર્થ માત્ર ખાવુંપીવું નથી, પરંતુ તેમની સાથે સુવિધા કરવી પડે. ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં 50 ટકા અનામત મહિલાઓ માટે છે.
વડોદરામાં ટૂંક સમયમાં શરૂ થશે આ પ્રોજેક્ટ્સ - વડોદરામાં થોડા સમયમાં હાઈસ્પીડ રેલવે, વડોદરાથી-મુંબઈ બુલેટ ટ્રેન દોડતી થશે. છાણી રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ વિકાસ થઈ રહ્યો છે. સાથે જ 2 નવા ગ્રીન એરપોર્ટની તૈયારી ચાલી રહી છે. સ્માર્ટ સિટી, અમૃત યોજના, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કારણે ડબલ એન્જિનથી ડબલ બેનિફિટ વડોદરાને મળી રહ્યો છે. વડોદરાને સ્માર્ટ બનવા માટે 1,000 કરોડ રૂપિયાના 25 પ્રોજેક્ટ મંજૂર થયા છે. તેમાંથી 16 પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે.
PMએ વડોદરા સાથેના સંસ્મરણો વાગોળ્યા -વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરાએ મને માતાની જેમ સાચવ્યો હતો. મારી વિકાસયાત્રામાં વડોદરાનું યોગદાન હું ક્યારેય ન ભૂલી શકું. વડોદરા સાથે અનેક યાદો જોડાયેલી છે. વડોદરા માતાની જેમ સંસ્કાર આપનારું શહેર છે. આ શહેર દરેક પ્રકારના લોકોને સંભાળે છે. સાથે જ આગળ વધવાની તક આપે છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોને પણ આ નગરીએ પ્રેરિત કર્યા છે.
ગુજરાતમાં કુપોષણ મોટો પડકાર હતોઃ PM- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 2 દાયકા પહેલા કુપોષણ સૌથી મોટો પડકાર હતો. અનેક કાર્યો શરૂ કર્યા, તેના સાર્થક પરિણામ આજે દેખાય છે. અંતરિયાળ ગામમાં રહેતી મહિલાઓ માટે પણ આ યોજના લાભદાયી થશે. 800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પ્રારંભ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર. ચણા અને તુવેરદાળ પ્રોટિન માટે ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, દેશના 80 કરોડ ગરીબોને મફન અનાજ મળે છે.
વડોદરાએ મને ઘણો સાચવ્યોઃ PM- વડોદરા માતાની જેમ સંસ્કાર આપનારું શહેર છે. આ શહેર દરેક પ્રકારના લોકોને સંભાળે છે. સાથે જ આગળ વધવાની તક આપે છે. આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોને પણ આ નગરીએ પ્રેરિત કર્યા છે.
PMએ મહિલા સશક્તિકરણ પર મૂક્યો ભાર - છેલ્લા 8 વર્ષથી ડબલ એન્જિનની સરકાર નારીશક્તિને ભારતના સામર્થ્યની ધૂરિ બનાવવા માટે જે પ્રયાસ કરી રહી છે. આજે ગુજરાતમાં મહાકાળી માતાજીના આશીર્વાદથી તેને નવી શક્તિ મળી છે. હું તમામ મહિલાઓ અને લાભાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. 21મી સદીના ભારતના તેજ વિકાસ માટે મહિલાઓનો તેજ વિકાસ તેમનું સશક્તિકરણ એટલું જ જરૂરી છે. આજે ભારત મહિલાઓની જરૂરિયાતો અને તેમની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી યોજના બનાવી રહ્યું છે, નિર્ણય લઈ રહ્યું છે.
લાખોની સંખ્યામાં મહિલાઓ આશીર્વાદ આપવા આવી - વડોદરાથી 21,000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ થયો છે. આ પ્રોજેક્ટસ ગુજરાતના વિકાસથી ભારતના વિકાસ તે પ્રતિબદ્ધતાને બળ આપશે. ગરીબોના ઘર, ઉચ્ચ શિક્ષણ અને સારી કનેક્ટિવિટી પર આટલું મોટું રકમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વિસ્તાર આપશે. અહીંના યુવાનો માટે રોજગાર, સ્વરોજગાર અનેક તક ઊભી કરશે. આ પ્રોજેક્ટ્સમાં પણ મોટા ભાગના મહિલાઓના આરોગ્ય, પોષણ અને સશક્તિકરણથી જોડાયેલા છે. આજે અહીં લાખોની સંખ્યામાં માતાઓ-બહેનો આશીર્વાદ આપવા આવ્યા છે.
આજનો દિવસ માતૃવંદનાનો દિવસ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં સંબોધનમાં (PM Modi Vadodara Visit) જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. કારણ કે, સૌપ્રથમ સવારે જન્મદાત્રી માતાના આશીર્વાદ લીધા. ત્યારબાદ પાવાગઢમાં મહાકાળી માતાજીના આશીર્વાદ લીધા હતા અને હવે માતૃશક્તિના વિરાટરૂપના દર્શન કરીને આ વિરાટ માતૃશક્તિના દર્શન કર્યા તેમના આશીર્વાદ લીધા. આજે પાવાગઢમાં મહાકાળી માતાના ભક્તો માટે અનેક આધુનિક સુવિધાઓને અર્પિત કરવાની તક મળી હતી. મેં મહાકાળી માતા પાસે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. આજે પાવાગઢમાં મહાકાળી માતાના ભક્તો માટે અનેક આધુનિક સુવિધાઓને અર્પિત કરવાની તક મળી હતી. મેં મહાકાળી માતા પાસે દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.