અમદાવાદ :દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ ગુજરાત પ્રવાસમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટો અંગેના કામ સંપન્ન કરાવ્યાં છે.આજે તેમણે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન (Vande Bharat Gandhinagar) અને અમદાવાદમાં અમદાવાદ મેટ્રો ટ્રેન શરુ કરાવી હતી.પીએમ મોદીએ દેશમાં જ બનેલી અત્યંત આધુનિક અને હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ( Vande Bharat Express train ) ગાંધીનગરથી મુંબઈ (Vande Bharat train will run between Gandhinagar and Mumbai) પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્પીડ 180 પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.
ગુજરાતને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનદેશની ત્રીજી અને ગુજરાતને પ્રથમવંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express train) 30 સપ્ટેમ્બરથી ગાંધીનગર અને મુંબઈ (Vande Bharat train will run between Gandhinagar and Mumbai) વચ્ચે શરૂ થઈ ગઇ છે.પીએમ મોદીના હસ્તે પ્રારંભ થયેલી આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. વંદે ભારત ટ્રેનનું ભાડું રૂપિયા 1200 તેમજ એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું રૂપિયા 2500 નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
તેની ખાસિયતની વાત કરવામાં આવે તો આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક જ છે. ટ્રેનની સીટ 180 ડિગ્રી સુધી ફરી શકશે. સેમી ઓટોમેટીક ફુલ એસીથી સજજ છે. આ ટ્રેનમાં કુલ 16 હશે જેમાં 78 સીટ સામાન્ય કોચમાં હશે. આ ટ્રેનની અંદર એકસાથે અંદાજિત 1200 જેટલા પેસેન્જર પ્રવાસી કરી શકે છે. વાઇફાઇ, AC, ચાર્જિંગ સોકેટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત GPS, ઓટોમેટીક દરવાજા અને સીસીટીવી કેમેરાથી સજ્જ ટ્રેન છે.
વંદે ભારતમાં સવારી કરી કાલુપુર પહોંચ્યાં પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતાં તેમાં સવારી કરીને કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતાં. ત્યારપછી તેમને અમદાવાદમાં મેટ્રો ટ્રેન ( Ahmedabad Metro )ને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતું. બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતું અને ત્યારબાદ લોકો અને પાયલટ સાથે પણ ચર્ચા કરી હતી.
પીએમ મોદી અમદાવાદ મેટ્રો ટ્રેન ઉદઘાટન સ્પીચપીએમ મોદીએ પોતાની ટ્રેન સફરના અનુભવ ( PM Modi Speech After Trains Inauguration ) ને વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેઆજ મેટ્રો ( Ahmedabad Metro ) 32 કિમિ યાત્રા શરૂ થઈ છે.ભારતમાં પહેલી વાર રેકોર્ડ બન્યો કે એક સાથે 32 કિમિ રૂટ પર મેટ્રો ચાલુ થઈ છે. ફેજ 2 મા અમદાવાદ ગાંધીનગર કનેક્ટ થશે. વંદે ભારત મુંબઈ ગાંધીનગર સફર ઝડપી બનાવશે. શતાબદી ટ્રેનમાં 7 કલાક લાગતો હતો. ગાંધીનગરથી મુંબઈ હવે 6 કલાક પહોંચશે. આવનાર સમયમાં આનાથી વધુ સ્પીડવાળી બનશે. હાલમાં સૌથી વધુ ટ્રેન ટીકીટ વહેંચાઈ રહી છે. 7000 વધુ ઇલેક્ટ્રિક બસ માટે 3500 કરોડની સહાય આપી રહી છે.આજ ગુજરાતમાં 800 બસો આપવામાં આવી છે.જેમાંથી અનેક બસો શહેરના રસ્તા પર દોડી રહી છે. આવનાર વર્ષે ઓગસ્ટમા 75 વંદે ભારત ટ્રેન ચલાવવાના લક્ષ્યાંક પર કામ કરવામાં આવી રહ્યું છે. વંદેભારત 52 સેકન્ડ 100 કિમિ ઝડપ પકડી શકે છે. મેટ્રો ( PM Modi Metro train journey in Ahmedabad ) સફર માટે નહીં પણ મેટ્રો સફળતા માટે પણ કામ આવવી જોઈએ.