ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીએ શ્રી પ્રભુપાદની 125 મી જન્મજયંતિ નિમિત્તે બહાર પાડ્યો સ્મારક સિક્કો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદની 125મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યુ હતું અને તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મારક ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો.

hmedabad
hmedabad

By

Published : Sep 1, 2021, 6:58 PM IST

  • પ્રભુપાદની 125 મી જન્મજયંતિએ ચાંદીનો સ્મારક સિક્કો બહાર પડાયો
  • 60 દેશોના મહાનુભાવો અને ભક્તો વીડિયો કોન્ફરન્સ મારફતે ભાગ લીધો
  • પ્રભુપાદ છે ઇસ્કોન મંદિરના સ્થાપક

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય પ્રભુપાદની 125મી જન્મજયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેમના સન્માનમાં 125 રૂપિયાનો સ્મારક ચાંદીનો સિક્કો આજે બુધવારે બહાર પાડ્યો હતો.

PM મોદીએ શ્રી પ્રભુપાદની 125 મી જન્મજયંતિ નિમિત્તે બહાર પાડ્યો સ્મારક સિક્કો

કોરોનાને લઈને વર્ચ્યુઅલ કાર્યક્રમ

કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં 60 થી વધુ દેશોના હજારો ઇસ્કોનના સભ્યો અને લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પશ્ચિમ બંગાળ ખાતે ઇસ્કોનનું મુખ્ય મથક

વડાપ્રધાનનું સ્વાગત પશ્ચિમ બંગાળના ઇસ્કોનના મુખ્ય મથક માયાપુર સ્થિત ભક્તિવેદાંત ગુરુકુલના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા સંસ્કૃત પ્રાર્થના સાથે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન જી. કિશન રેડ્ડીની ટિપ્પણી પછી, વડાપ્રધાને કોલકાતામાં અલીપોર ખાતે ભારત સરકારના મિન્ટ દ્વારા બનાવેલા સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું હતું. જે બાદ વડાપ્રધાન મોદીએ વૈશ્વિક પ્રેક્ષકોને સંબોધન કર્યું હતું.

PM મોદીએ શ્રી પ્રભુપાદની 125 મી જન્મજયંતિ નિમિત્તે બહાર પાડ્યો સ્મારક સિક્કો

વિશ્વને કૃષ્ણમય બનાવનારા પ્રભુપાદજી

ઇસ્કોનના રાષ્ટ્રીય સંચાર નિયામક યુધિષ્ટિર ગોવિંદ દાસજીએ જણાવ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદજીએ ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો અને ભારતના શાંતિ અને સદ્ભાવનાના સંદેશને સમગ્ર વિશ્વમાં 11 વર્ષના ટૂંકા ગાળામાં લઈ જવા માટે તેમના અપ્રતિમ યોગદાનને ઓળખવા માટે તેઓ નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માને છે. હવે આ ઉદ્ઘાટનને અનુરૂપ કેટલાક વધુ કાર્યક્રમોનું પણ આયોજન થશે. જેમાં શ્રીલ પ્રભુપાદના ઉપદેશો અને પરંપરાને ઉજવવા માટે, સમગ્ર વિશ્વમાં અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન થશે.

પ્રભુપાદજીનો જન્મ કલકત્તામાં થયો હતો

ભક્તિવેદાંત સ્વામી જેઓ શ્રીલ પ્રભુપાદ તરીકે જાણીતા છે. તેઓ ભારતના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય માર્ગદર્શકોમાંના એક છે. જેઓ ભારતના કલકત્તામાં 1 સપ્ટેમ્બર 1896 ના રોજ જન્મ્યા હતા. જે બાદ 1922 માં તેમના આધ્યાત્મિક ગુરુને મળ્યા, જેમણે તેમને અંગ્રેજીમાં ભગવાન કૃષ્ણના ઉપદેશો વિશ્વમાં ફેલાવવાની સૂચના આપી. સન. 1965 માં, સિત્તેર વર્ષની ઉંમરે, તેઓ એક કાર્ગો જહાજ પર બેસીને સંયુક્ત રાજ્ય અમેરિકા જવા માટે રવાના થયા, માર્ગમાં બે હાર્ટ એટેકનો ભોગ બન્યા અને બોસ્ટન બંદર પર 7 ડોલરની કિંમતના ભારતીય રૂપિયા સાથે ઉતર્યા. આગામી 12 વર્ષોમાં, તેમણે 108 મંદિરો, ડઝનેક ખેતી સમુદાયો, વૈદિક ગુરુકુળ, શાકાહારી રેસ્ટોરન્ટ્સની રચના કરી, તેમજ 70 થી વધુ પુસ્તકો લખીને વિશ્વવ્યાપી આધ્યાત્મિક ક્રાંતિ લાવી હતી.

1977 માં પ્રભુપાદજી વૈકુંઠવાસી થયા

નાનપણથી જ પ્રભુપાદના ઘરમાં ભક્તિમય વાતાવરણ હતું. પ્રભુપાદજીએ ભગવત ગીતાનો 50 ભાષામાં આનુવાદ કરાવ્યો. 140 આધ્યાત્મિક પુસ્તકો લખ્યા છે. આજે વિશ્વના 100 થી વધુ દેશોમાં 700 જેટલા ઇસ્કોન મંદિર આવેલા છે. લાખો લોકો ઇસ્કોન સાથે જોડાઈને સામાજિક દુષણોથી મુક્ત થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details