અમદાવાદ: અમદાવાદ શહેરને વધુ એક નજરાણું મળ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા સાબરમતી રીવરફ્રન્ટ પર ફૂટ વે બ્રીજ તૈયાર કરવામાં આવ્યો છે. જેને અટલબ્રીજ નામ આપવામાં આવ્યું છે. જે ઈસ્ટ અને વેસ્ટ કોરિડોરને જોડે છે. ખાસ વાત એ છે કે, આ બ્રીજની ડીઝાઈન દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. જેમાં અમદાવાદના સૌથી લોકપ્રીય ઉત્સવ મનાતા પતંગોત્સવની પણ ઝાંખી કોતરવામાં આવી છે. આ ફૂટ ઓવરબ્રીજ 300 મીટર લાંબો છે.
આ પણ વાંચો: PM મોદીએ કહ્યું, સાબરમતીનો આ કિનારો આજે ધન્ય બની ગયો
સ્ટીલ સપોર્ટ: આ સમગ્ર બ્રીજ RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ બાર સપોર્ટ પર ઊભો છે. 2100 મેટ્રિકટનથી વધારે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના પર ફ્લોરિંગ, પ્લાન્ટર, સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ પણ લગાવવામાં આવી છે. જ્યારે ઉપરની બાજું પતંગ આકારનું સ્ક્લ્પચર મૂકાયું છે. રાત્રીના સમયે કલર બદલે એવી લાઈટિંગ પણ મૂકવામાં આવી છે. જેના કારણે રાત્રે અંધારામાં પણ બ્રીજ ચમકતો દેખાઈ રહે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પહેલા કચ્છના માધાપરમાં હિંસા ભડકી
બેસવાની વ્યવસ્થા:અહીં બ્રીજ પર બેસવા માટે બાંકડા મૂકવામાં આવ્યા છે. 14 બાકડા મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા છે. નદીના બન્ને બાજુના કાઠાના વિસ્તારો તથા આસપાસના બ્રીજનો મસ્ત નજારો જોઈ શકાય છે. ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વના છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજના બન્ને છેડેથી મુલાકાતીઓ અને સાઈક્લિસ્ટો પણ આવનજાવન કરી શકશે.