અમદાવાદરાજ્યમાં આ વર્ષે વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) યોજાશે. ત્યારે હવે ભાજપે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit shah) ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓ નવરાત્રિમાં પૂરજોશથી (Navratri Festival) પ્રચાર કરે તેવી શક્યતા છે.
PM મોદી ગજવશે સભા આ નવરાત્રિથી ગુજરાતમાં ભાજપ પણ ઝંઝાવત પ્રચાર કરતી દેખાશે તેવું લાગી રહ્યું છે. નવરાત્રિ શરૂ (Navratri Festival) થતા ભાજપના કદાવર નેતા PM નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit shah) 27 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. નોંધનીય છે કે, તેઓ સામાન્ય રીતે દર નવરાત્રિમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરે છે. આ વર્ષે પણ તેઓ પોતાના પરિવાર સાથે પૂજા અર્ચના કરશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે.