અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના (PM Modi Gujarat Visit) પ્રવાસે હતા. તેમણે ગોંડલના આટકોટમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું અને જાહેરસભાને સંબોધન કર્યું હતું, ત્યાર પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Gujarat) એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ બન્ને જાહેર સમારંભમાં વડાપ્રધાન મોદીએ કેટલીક એવી વાતો કરી હતી કે તેમણે જૂની વાતને યાદ કરી અને હાલ શું ફેરફાર કરાયો છે, તે રજૂઆત કરી હતી. પહેલા શું હતું? અને હવે શું છે?
મેં એવું કોઈ કામ નથી કર્યું કે…- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi in Gujarat) સરકાર બન્યાને 8 વર્ષ પૂર્ણ થયા છે. તે વાતને ખૂબ સરસ રીતે રજૂ કરીને જનતાને જણાવ્યું હતું કે રાષ્ટ્ર સેવાના આઠ વર્ષ પુરા કરી રહી છે. આજે ગુજરાતની ઘરતી પર આવ્યો છું ત્યારે નતમસ્તક થઇને ગુજરાતની દરેક જનતાનું આદરપૂર્વક નમન કરુ છું. ગુજરાતની જનતાએ સમાજમાં કેવી રીતે જીવવું, કેવી રીતે લોક કલ્યાણના કામ કરવા તે દરેક વાત શિખવાડી છે. તે વાતને કારણે સતત આઠ વર્ષ માતૃભૂમિની સેવામાં મે કોઇ કસર બાકી રાખી નથી. આ તમારા સંસ્કાર છે, આ માટીના સંસ્કાર છે, પૂજય બાપુ અને સરદાર વલ્લભભાઇ પટેલની પવિત્ર ધરતીના સંસ્કાર છે. આઠ વર્ષમાં ભૂલથી પણ કોઇ કામ એવું નથી કર્યુ કે કરવા નથી દીધું કે જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરિકે તેનું શિર નમાવવું પડે.
આ પણ વાંચોઃ આટકોટમાં વડાપ્રધાને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
સૌરાષ્ટ્રને શું આપ્યું ?-પીએમ મોદીએ (PM Modi Gujarat Visit)સૌરાષ્ટ્રને રીઝવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતમાં રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી છે તેનું કામ ઝડપથી થઇ રહ્યું છે.જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીનનું મોટુ સેન્ટર WHO દ્વારા મળ્યું છે. રોરો ફેરી સર્વિસ ચાલુ થઇ છે અને સુરતથી કાઠીયાવાડ હવે ગણતરીના કલાકોમાં પહોચાય છે. આજે બંદરો ધમધમી રહ્યા છે. આજે ગુજરાતની તાસીર બદલાઇ છે. આજે દવાની મોટી કંપનીઓ સૌરાષ્ટ્રની ધરતીઓ પર આવી છે. આ રજૂઆત કરીને નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રવાસીઓનું દિલ (PM Modis influence on the masses ) જીતી લીધું હતું.