અમદાવાદઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે (શનિવારે) બીજો દિવસ (PM Modi Gujarat Visit 2022) છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજભવનથી દહેગામના લવાડ ગામ સુધી રોડ શૉ (PM Modi Road Show) યોજયો હતો. ત્યારબાદ તેઓ સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (PM Modi at the National Defense University) પહોંચી ગયાં હતાં. જ્યાં તેઓ નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું.. પીએમ મોદીએ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી જોશભર્યું પ્રેરક સંબોધન કર્યું છે.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી પ્રેરણા
પીએમ મોદીના હસ્તે ડોક્ટરેટ સહિતના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી.આ પ્રસંગે તેમણે રાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં કઇ રીતે આ યુનિવર્સિટીનું મહત્ત્વપૂર્ણ સ્થાન જમાવાયું છે તેની સમજ આપી હતી. આઝાદીના અમૃત મહોત્સવ વિશે જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યાં હતાં. અંગ્રેજોના સમયમાં દેશની રક્ષાનું, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા માટે, દંડા ચલાવનારા લોકોને ભરતી કરતાં હતાં. તેમનું કામ નાગરિકો પર દંડો ચલાવવાનું જ કામ હતું. પરંતુ દેશની આઝાદી બાદ તેમાં પરિવર્તનની જરુર હતી પણ તે દિશામાં આપણે બહુ પાછળ રહી ગયાં. પોલીસ એટલે શું તેના પરસેપ્શનમાં બદલાવની જરુરત માટે એવા લોકોને આ ક્ષેત્રમાં લાવવાની જરુર છે જે પર લોકોને વિશ્વાસની અનુભૂતિ થાય. તે દિશામાં જે પ્રયાસ થયો તે હવે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના સ્વરુપમાં આપની સમક્ષ છે.
નવી પોલીસની સમજ વ્યક્ત કરતાં પીએમ
ટ્રેઇન્ડ મેનપાવર જે બધું સંભાળે ટેકનોલોજીકલ, હ્યુમન સાયકોલોજી જાણો, યંગ લોકોને સમજે નેગોસિએશન કરી શકે તેવા સુરક્ષાના સંદર્ભમાં નવી પેઢીના યુવાનોને તૈયાર કરવાનો મૂળ મંત્ર લઇને પોલીસને ડેવલપ કરવાનું આ કામ છે. ફિલ્મોમાં થતાં સૌથી વધુ ભદ્દું ચિત્રણ પોલીસનું હોય છે. કોરોનાકાળમાં પોલીસની સેવાની વિવિધ વિડીયો ઘણી વાયરલ થઇ એ આપણે જોઇ છે.
દિવ્યાંગોને ટ્રેનિંગથી પૂરક સુરક્ષા વર્તુળમાં શામેલ કરી શકાય તો ખૂબ ઉપયોગી બની શકે છે.