ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi Gujarat Visit 2022 : મુખ્યપ્રધાને જાતે કર્યું GMDC અને સ્ટેડિયમનું નિરીક્ષણ, પીએમ મોદીની મુલાકાતને લઇ સતર્કતા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit 2022)આગમન પહેલાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)પ્રવાસ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, GMDC (PM Modi at GMDC)અને ખેલ મહાકુંભના સ્થળ (Khel Mahakumbh 2022) સ્ટેડિયમ સ્થળે જાતે જઈ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓને આપી હતી.

PM Modi Gujarat Visit 2022 : મુખ્યપ્રધાને જાતે કર્યું GMDC અને સ્ટેડિયમનું નિરીક્ષણ, પીએમ મોદીની મુલાકાતને લઇ સતર્કતા
PM Modi Gujarat Visit 2022 : મુખ્યપ્રધાને જાતે કર્યું GMDC અને સ્ટેડિયમનું નિરીક્ષણ, પીએમ મોદીની મુલાકાતને લઇ સતર્કતા

By

Published : Mar 10, 2022, 10:30 PM IST

અમદાવાદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલથી ગુજરાતના (PM Modi Gujarat Visit 2022)બે દિવસીય પ્રવાસ દરમિયાન જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તેમાંના એક પંચાયતી રાજ મહાસંમેલનના કાર્યક્રમ સ્થળ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ (PM Modi at GMDC) અને ખેલ મહાકુંભના પ્રારંભ અવસરના(Khel Mahakumbh 2022) સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

સીએમ પટેલે નિરીક્ષણ બાદ જરુરી સૂચનાઓ આપી

તૈયારીઓને આખરી ઓપ આપ્યો

સીએમ પટેલે આ સ્થળોએ ચાલતી કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. તેમણે આ કાર્યક્રમોના સ્થળની બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સહિતની બધી જ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ મુખ્યપ્રધાને સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન (Preparations for PM visit )પણ આપ્યું હતું.

સરદાર પટેલ સ્ટેડિયમની મુલાકાત

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit 2022 : એરપોર્ટથી કમલમ સુધી પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોની ધૂમ તૈયારીઓના જૂઓ દ્રશ્યો

કોણ કોણ હતું ઉપસ્થિત

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)સાથે આ સ્થળોના નિરીક્ષણ દ(PM Modi Gujarat Visit 2022)રમિયાન પંચાયત રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા, મુખ્ય સચિવ પંકજકુમાર, પંચાયત અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, તેમજ વિકાસ કમિશનર સંદીપકુમાર, મુખ્યપ્રધાનના સચિવ અવંતિકાસિંઘ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ (Preparations for PM visit )પણ જોડાયા હતાં.

સીએમ બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સુવિધા ચકાસી

આ પણ વાંચોઃ Assembly Election Result 2022: 4 રાજ્યોમાં ભાજપની જીત થતાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી

ABOUT THE AUTHOR

...view details