અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે (PM Modi Ahmedabad visit) આવી રહ્યા છે. ત્યારે PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી અમદાવાદ, સુરત અને ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ JCP મયંકસિંહ ચાવડાએ વ્યવસ્થાને લઈને સંપૂર્ણ માહિતી આપી હતી.
સવા લાખ લોકો મોદી સ્ટેડિયમમાં ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા જણાવ્યું હતું કે, 29 તારીખે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે અને નમો સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું (36th National Games 2022) ઉદઘાટન કરશે. આ સંદર્ભે અંદાજે સવા લાખ લોકો મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં આવનાર અને ભાગ લેનાર લોકો જે પ્રેક્ષકોને સલામત રીતે પોતાના સ્થળ સુધી પહોંચી શકે તેના માટે વહીવટીતંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા છે. લોકોને સરખી પાર્કિંગ વ્યવસ્થા સાથે અંદાજે 3000 જેટલી બસો મોદી સ્ટેડિયમમાં આવશે.
તકેદારી રાખવાને લઈને સુચનો વધુમાં જણાવ્યું હતું કે, દોઢ લાખ લોકો આવે છે તેમની તકેદારી રાખવાને લઈને તમામ સૂચના અમે નોડલ અધિકારીને આપી છે. તે તમામ અધિકારી સાથે આવે અને લોકો પોતાના સ્થળ પર શાંતિથી પહોંચી જાય. રસ્તામાં ટ્રાફિક જામ ના થાય એટલા માટે અમે 14 ક્રેનો, ભાડે 30 ક્રેનો પણ રાખવામાં આવી છે. જેથી રસ્તામાં કોઈ બસ ખરાબ થાય કે તો એને ટ્રો કરીને લઈ જઈ શકાય અથવા તો રસ્તામાં કોઈએ કાયદેસર વાહન પાર્ક કર્યા હશે તો તેને પણ ટો કરીને લઈ જઈશું. (PM Modi Gujarat visits)