અમદાવાદ: વડાપ્રધાન મોદીનું ખાદી મહોત્સવ પર સંબોધન શબ્દસહ-અટલબ્રીજ સાબરમતી નદીના (Ahmedabad Sabarmati Riverfront) કિનારાને જ નથી જોડતો આ ડીઝાઈન અને ઇનોવેશનમાં પણ મસ્ત છે. આમા ગુજરાતના (PM Modi Gujarat Visit) જાણીતા પતંગ ઉત્સવનુું ધ્યાન રખાયું છે. 1996માં ગાંધીનગરથી લોકસભા (PM Modi Khadi Utsav) ચૂંટણી જીતી હતી. આ આટલ બ્રીજદ અહીંના લોકો તરફથી ભાવ ભીની શ્રદ્ઘાંજલી છે. થોડા દિવસ પહેલા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આઝાદીના 75માં વર્ષ પૂરા થવા પર અમૃત મહોત્સવ મનાવ્યો.
આ પણ વાંચો: છ સાત મહિનાથી બંધ થયેલા ચરખા મોદી આવતા ચાલું થયા: કારીગરો
મોટો સંકલ્પ હતો: ગુજરાતમાં પણ જે રીતે ગામથી લઈને શહેરો સુધી તિરંગાને લઈને ઉત્સાહ, ઉમંગ અને ચારેય બાજું મન ભી તિરંગા, જજબા ભી તિરંગાની તસવીર જોવા મળી . અહીં જે પ્રભાતફેરી અને તિરંગા રેલી નીકળી એમાં વિકસીત ભારતના નિર્માણનો સંકલ્પ રહ્યો હતો. આ જ સંકલ્પ અહીં ખાદી ઉત્સવામાં પણ જોવા મળી રહ્યો છે. આ તમારા હાથ ભવિષ્યના ભારતનું નિર્માણ કરી રહ્યા છે. ઈતિહાસ સાક્ષી છે કે, આઝાદીના આંદલનની તાકાત બની રહ્યો છે.
મોટી અપીલ: આવનારા તહેવારોમાં ખાદી ગ્રામ ઉદ્યોગમાં જ બનેલી ખાદી ઉપહારમાં આપજો. વોર્ડરોબમાં રહેલા કપડાંમાં થોડી જગ્યા ખાદીને આપજો. વિદેશમાં રહેતા લોકોને પણ ખાદીને ગિફ્ટ તરીકે આપજો. જેથી બીજા દેશના નાગરિકોમાં ખાદીને લઈને જાગૃતિ આવશે.
આ પણ વાંચો: 7500 મહિલાઓ દ્વારા એક સાથે ચરખા કાંતણ, અદભૂત દ્રશ્યો સર્જાયા
ગુલામી છોડાવી: જેને ગુલામી છોડાવી છે. જે હવે વિકસીત ભારત અને આત્મનિર્ભર ભારત માટે પ્રેેરણાસ્ત્રોત બની શકે છે. ખાદી જેવી આપણી જેવી પરંપરાગત શક્તિ નવી ઊંચાઈ પર લઈ જવાની પ્રેરણા બની શકે. એટલા માટે આ પાંચ પ્રણની વાત કહી છે. લાલ કિલ્લા પરથી આ સાબરમતી નદીના કિનારે પાંચ પ્રાણને ફરીથી કહુ છું. 1) દેશ સામે વિરાટ લક્ષ્ય વિકસીત ભારત બનાવવાનું લક્ષ્ય. 2) જૂની માનસિકતાનો ત્યાગ 3) પોતાની વિરાસત પર ગર્વ 4) રાષ્ટ્રની એકતા વધરાવા જોરશોરથી પ્રયાસ 5) દરેક નાગરિકનું કર્તવ્ય. આ ખાદી ઉત્સવ આ પાંચ પ્રણનો પ્રતિબંબ છે.
જનભાગીદારીનું પ્રમાણ: આ ખાદી ઉત્સવ એક વિરાસતનું અને જનભાગીદારીનું સમાગમ છે. ખાદી પણ ગુલામીની માનસિકતાની પીડા ભોગવી રહી છેય આઝાદીના આંદોલન સમયે જેને સ્વદેશીનો અહેસાસ કરાવ્યો એ પછી એ જ ખાદીને અપમાનિત નજરથી જોવામાં આવી. આઝાદીના આંદોલન સમયે જે ખાદીને ગાંધીજીએ દેશનું સ્વાભિમાન બનાવ્યું એ જ ખાદી આઝાદી બાદ હીનભાવનાથી ભરી દીધું. પછી ખાદી સાથે જોડાયેલો ગ્રામ ઉદ્યોગ ખતમ થઈ ગયો. ખાદીની આ પીડા ગુજરાત માટે પીડા દાયક રહી. મને ખુશી છે કે, ખાદીને ફરીથી ફરીથી જીવનદાન આપવાનું કામ ગુજરાતની ધરતી એ કર્યું. મને યાદ છે કે, ખાદીની સ્થિતિ સુધારવા ગાંધીના જન્મસ્થળ 2003માં પોરબંદરમાં ખાદી ફોર નેશનની સાથોસાથ ખાદી ફોર ફેશનનો સંકલ્પ લીધો.
આ પણ વાંચો: રાજકોટના ધોરાજીમાં લમ્પી વાયરસે મચાવ્યો હાહાકાર
ગુજરાતની પ્રેરણાને આગળ વધારી: ખાદીના પ્રમોશન માટે અનેક ફેશન શો કર્યો. હસ્તીઓને આ સાથે જોડવામાં આવપ્યા આએ સમયે લોકો અમને મજાક બનાવતા હતા. પણ ખાદી અને ગ્રામ ઉદ્યોગને આ સ્વીકાર્ય ન હગતું. ગુજરાત સમર્પિત ભાવથી આગળ વધતુ રહ્યું પછી ગુજરાતે ખાદીને જીવદાન આપીને બતાવી દીધું. વર્ષ 2014માં જ્યારે ગુજરાતમાંથી મળેલી આ પ્રેરણાને દિલ્હી જઈને આગળ વધારી દીધી. ખાદી ફોર નેશન અને ખાદી પર ફેશન બનાવી દીધું. મારા એ અનુભવોનો નીચોડ આપ્યો. જે ગુજરાતમાં મળ્યા હતા. દેશભરમાં ખાદીને લગતી સમસ્યાઓ દૂર કરી. ખાદી લોકોને ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
રેકોર્ડ બ્રેક ઉત્પાદન: આજે ભારતમાં ખાદીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે. ખાદીના વેચાણમાં પહેલી વખત રેકોર્ડબ્રેક આંકડો સામે આવી રહ્યો છે. ખાદીનું વેેચાણ વધવા પાછળનો સીધો લાભ ખાદી કાંતતા લોકોને થયો છે. ગામમાં વધારે પૈસા આવ્યા છે, ગામમાં વધુ લોકોને રોજગારી મળી છે. વિશેષ રૂપે માતા અને બહેનો આત્મનિર્ભર બની છે. પોણા બે કરોડ નવા રોજગાર પેદા થયા છે. હવે ગ્રીન ખાદીનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સોલારમાંથી ખાદી બને છે. સોલાર ચરખા અપાય છે. ગુજરાત દેશને નવો રસ્તો દેખાડી રહ્યો છે. આ પાછળ મહિલા શક્તિનું યોગદાન છે. ઉદ્યમીતાની ભાવના આપણી બબહેન દીકરીઓમાં છે.
આ પણ વાંચો: કચ્છમાં વડાપ્રધાનના રોડ શો ને લઇને જાણો કયા રસ્તાઓ રહેશે બંધ
ખાદી મોટું પ્રમાણ: આનું પ્રમાણ ખાદી છે. બહેનોના શસક્તિ કરણ માટે મિશન મંગલમ શરૂ કર્યું હતું. આજે ગુજરાતમાં 260,000થી વધારે મંડળ બન્યા છે. 36 લાખથી વધારે ગ્રામીણ વિસ્તારની બહેન જોડાઈ છે. ડબલ એન્જિનની સરકારનો લાભ આ બહેનોને મળી રહ્યો છે. જેમાં મુદ્રાયોજનાએ મોટી ભૂમિકા ભજવી છે. એ સમયે હતો જ્યારે લોન લેવા માટે બહેનોને અનેક જગ્યાએ ધક્કા ખાવા પડતા. આજે મુદ્રા યોજનામાં સરળતાથી લોન મળી રહી છે. અનેક બહેનોએ લોન લઈને પહેલી વખત પોતાનો કારોબાર વધાર્યો છે. બીજાને રોજગારી આપી છે. અનેક મહિલાઓ ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. ખાદી જે ઊંચાઈ પર છે એના પરથી ભવિષ્ય સામે જોવાનું છે. સસ્ટેનિબિલીટ. સસ્ટેનિબિલીટ એનર્જી, સસ્ટેનિબિલીટ એગ્રીકલ્ચર. સમગ્ર દુનિયા આદિશામાં પ્રયાસ કરી રહી છે. જેનાથી અમારી પૃથ્વી પર ઓછામાં ઓછો બોજો પડે.