ગુજરાત

gujarat

ETV Bharat / city

PM Modi Address from Namo App : રાષ્ટ્રીય મતદાતા દિવસે વડાપ્રધાન 'નમો એપ'થી ગુજરાતના પેજ સમિતિના સભ્યોને સંબોધશે - રાષ્ટ્રીય મતદાતા દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ પેજ સમિતિના સભ્યોને ' નમો એપ' થકી ('Namo App') સંબોધન કરશે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને આ કાર્યક્રમ (PM Modi Address from Namo App ) યોજાયો છે. ઉલ્લેખનીય છે કે, આ દિવસ 'રાષ્ટ્રીય મતદાતા' દિવસ (National Voters Day 2022) છે.

PM Modi Address from Namo App : રાષ્ટ્રીય મતદાતા દિવસે વડાપ્રધાન 'નમો એપ'થી ગુજરાતના પેજ સમિતિના સભ્યોને સંબોધશે
PM Modi Address from Namo App : રાષ્ટ્રીય મતદાતા દિવસે વડાપ્રધાન 'નમો એપ'થી ગુજરાતના પેજ સમિતિના સભ્યોને સંબોધશે

By

Published : Jan 19, 2022, 5:12 PM IST

અમદાવાદઃ આ મહિનાની 25 તારીખે પેજ કમિટીના સભ્યો સાથે 'નમો' મોબાઈલ એપથી ('Namo App') વડાપ્રધાન જોડાવાના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ પોતાના મત વિસ્તારમાં પેજ કમિટીના પ્રમુખ છે. ત્યારે તેઓ પણ આ મિટિંગમાં 'રાષ્ટ્રીય મતદાતા' દિવસે (National Voters ​Day 2022) જોડાશે. વડાપ્રધાન આ મિટિંગમાં ભાજપના પેજ કમિટીના પ્રમુખોને આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઈને મતદાતા સુધી પહોંચવા પેજ કમિટીના સભ્યોને આહ્વાન કરશે.

આ પણ વાંચોઃ બારડોલીમાં સુરત જિલ્લાના કાર્યકરોને નમો એપ અંગે સી. આર. પાટીલે આપ્યું માર્ગદર્શન

માર્ચ મહિનામાં વડાપ્રધાન આવી શકે છે ગુજરાત

વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાના કેસ તેના ઉચ્ચ શિખરે છે. ત્યારે વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) માટે કાર્યકરોને સક્રિય કરી રહ્યા છે. આગામી માર્ચ મહિનામાં તેઓ ગુજરાત આવી શકે તેવી સંભાવના છે. પરંતુ જો કોરોનાના કેસ આમ જ રહેશે. તો તેમની મુલાકાત રદ થાય તેવી પણ સંભાવના છે.

આ પણ વાંચોઃ પ્રદેશ ભાજપ દ્વારા 'નમો એપ' કાર્યશાળાનું આયોજન

ABOUT THE AUTHOR

...view details