અમદાવાદ: કોરોના વાઇરસ સંક્રમણને લઈને જ્યારે સમગ્ર દેશ લોકડાઉન છે, ત્યારે સૌથી વધુ નુકસાન ગરીબ માણસને થઈ રહ્યું છે. રોજ કમાઇને ખાવાવાળા મજૂરવર્ગની સૌથી દયનિય સ્થિતી બની છે. કારણ કે, ધંધા રોજગાર બંધ છે. હવે એક સમય ખાઈને ચલાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
લોકડાઉનઃ અમદાવાદના રિવરફ્રન્ટ પર રહેતા મજૂરોની સ્થિતિ દયનિય બની - latest news of corona virus
કોરોના વાઇરસ સંક્રમણને લઈને જ્યારે સમગ્ર દેશ લોકડાઉન છે, ત્યારે સૌથી વધુ નુકસાન ગરીબ માણસને થઈ રહ્યું છે. રોજ કમાઇને ખાવાવાળા મજૂરવર્ગની સૌથી દયનિય સ્થિતી બની છે. કારણ કે, ધંધા રોજગાર બંધ છે. હવે એક સમય ખાઈને ચલાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
શહેરના રિવરફ્રન્ટ પર ગુજરી બજાર ભરાય છે, તે અત્યારે બંધ છે. પરંતુ શહેરનો ગરીબ મજૂર વર્ગ અને ઉપરાંત બહારગામના મજૂર વર્ગના લોકો અહીં ફસાયેલા છે. સૌથી ખરાબ સ્થિતિ એ છે કે, તેઓ પોતે કમાઈ શકે છે છતાં પણ તેમને બીજાના આશરે જીવવું પડી રહ્યું છે. કારણ કે, ધંધા-રોજગાર બંધ છે. અહીં નહાવા તથા ઊંઘવાની વ્યવસ્થા પણ નથી, ભડભડતા તાપમાં નીચે જમીન અને ઉપર આકાશ છે. સ્વચ્છતાના સાધનો જેમકે નાહવાનો સાબુ પણ નથી, ત્યારે સેનિટાઈઝર તો દૂરની વાત રહી. જમવાનું પણ કોઈ સેવાભાવી વ્યક્તિ આવીને એક સમય આપી જાય છે. બીજા સમયનું જમવાનું પણ તેમને નસીબ થતું નથી. કોર્પોરેશનને કેટલી રજૂઆતો કરી હોવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ પણ જાતની સહાય આપવામાં આવી નથી.
થોડા સમય અગાઉ આવા પરપ્રાંતીય મજૂરોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તે માટેની પહોંચ પણ તેમને આપવામાં આવી હતી . પરંતુ તેમણે દુકાનેથી હજુ સુધી અનાજ મળ્યું નથી. તેઓએ ફક્ત ધક્કા ખાવા પડે છે તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં લોકો અહીં રોકાયા હોવાથી કોરોના સંક્રમણનો ભય પણ લાગી રહ્યો છે.
અમદાવાદના છેવાડાના વિસ્તારો ઉપરાંત બહારગામના મજૂરો પણ છે. તેઓ પોતાના બાળકો સાથે રહી રહ્યા છે. ત્યારે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે, સરકારની ફરજ બનતી નથી કે, પોતાના નાગરિકોને સુવિધાઓ પૂરી પાડે.? સરકારે માનવીય અભિગમ કેળવી આ લોકોની સમસ્યાઓનું નિવારણ કરવું જોઈએ.