અમદાવાદરાજ્યમાં સૌપ્રથમ વખત 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું (National Games Gujarat) આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખેલાડીઓ પણ નેશનલ ગેમ્સમાં રમવા માટે પૂરજોશમાં તૈયારી (Players practice for National Games) કરી રહ્યા છે. અમદાવાદમાં આ વખતે 8 સ્થળ પર 16 ગેમ્સ રમાશે. જોકે, દિલ્હીના ખેલાડીઓએ તો 10 દિવસ પહેલા જ આવીને તૈયારી શરૂ કરી દીધી છે.
PM મોદી કરશે ઉદ્ઘાટન આ વખતે નેશનલ ગેમ્સમાં (National Games Gujarat) 36 જેટલી રમતો માટે 7,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી (Narendra Modi Stadium) કરશે.
અમદાવાદમાં આ વખતે 8 સ્થળ પર 16 ગેમ્સ રમાશે દિલ્હીના ખેલાડી 10 દિવસ પહેલા પહોંચ્યાસાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ઉપર આવેલા સ્કેટિંગના મેદાનમાં દિલ્હીના ખેલાડીઓ દસ દિવસ પહેલા આવીને જ તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીના ખેલાડીઓ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દિલ્હીની અંદર આવું મોટું પ્રેક્ટિસનું મેદાન નથી, જેથી ગુજરાત સરકારના આભાર માનીએ છીએ કે, અમને આટલું મોટું મેદાન પ્રેક્ટિસ કરવા માટે મળ્યું.
અમદાવાદ આ ગેમ્સ રમાશેશહેરમાં અલગ અલગ જગ્યાએ નેશનલ ગેમ્સનું (National Games Gujarat) આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્કાર ધામ ખાતે તિરંદાજીની 14 ગેમ, ખોખો 2 ગેમ, મલખમ 9 ગેમ રમાશે. જ્યારે ટ્રાન્સસ્ટેડિયા (transstadia stadium) ખાતે ફૂટબૉલ 1 ગેમ, રગબી 2 ગેમ, યોગાસન 10 ગેમ, કબડ્ડી 2 ગેમ્સ આ ઉપરાંત કેન્સવિલે ગોલ્ફ 4, લોન બૉલ 8. શાહીબાગ પોલીસ સ્ટેડિયમ (shahibaug police) ખાતે ફૂટબોલ 1, રાઈફલ ક્લબમાં શૂટિંગ 10, કાઉન સ્પોર્ટ્સ એકેડમી ખાતે 5 ગેમનું આયોજન કરવામાં આવ્યું છે.
દિલ્હીના ખેલાડી 10 દિવસ પહેલા પહોંચ્યા રિવરફ્રન્ટ પર સૌથી વધુ મેચઅમદાવાદ શહેરના મધ્યમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર સૌથી વધુ નેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેકિંગ એન્ડ કેનોઈનગ 6 મેચ, રોવિંગ 14 મેચ, રોલર સ્કેટિંગ 10, રોલર સ્કેટબોર્ડિંગ 4 મેચ, ટેનિસ 7 મેચ, સોફ્ટ ટેનિસ 5 મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય શહેરમાં પણ યોજાશે નેશનલ ગેમ્સઅન્ય શહેરની વાત કરીએ તો, ગાંધીનગરમાં સ્ક્વોશ, સાઈકલિંગ, એથ્લેટિક, વુશું, વેઈલિફ્ટિંગ, ખોખો, યોગાસન, રેસલિંગ રમત રમાશે. જયારે સુરતમાં જિમ્નાસ્ટિક, બેડમિન્ટન, બીચ વોલીબૉલ, બીચ હેન્ડબૉલ. જ્યારે વડોદરા ખાતે જુડો, ટેબલ ટેનિસ, હેન્ડબૉલ, મલખમ રમત રમાશે.
ભાવનગરમાં અને રાજકોટમાં પણ યોજાશેનેશનલ ગેમ્સ (National Games Gujarat) માટે સૌરાષ્ટ્રના 2 શહેરની પસંદગી કરવામાં આવી છે, જેમાં ભાવનગર અને રાજકોટ ખાતે વોલીબૉલ, નેટબૉલ, બાસ્કેટબૉલ, હૉકી, એક્વેટિક્સ જેવી રમતો રમાશે. રમતના તમામ સ્થળો પર CCTV કન્ટ્રોલ રૂમ અને સ્ટેટ કન્ટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે અમદાવાદ શહેરમાં ખેલાડીને લઈ જવા અને મુકવા માટે 200 જેટલી ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે.