- અમદાવાદમાં એલ.જે. સ્કૂલ ઓફ લો દ્વારા લીગલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
- પ્રોગ્રામમાં કેન્દ્રીય પ્રધાન કિરન રિજિજુ ઉપસ્થિત રહ્યા
- ગરીબીને કારણે કોઈ કેસ ન લડી શકે એવું ના થાય તે પ્રાથમિકતા
અમદાવાદ: નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી (NALSA), સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (Supreme Court Of India), નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (Gujarat State Legal Services Authority), અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા ભારત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav of Independence)ની ઉજવણીના ભાગરૂપે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા 02 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી એટલે કે સતત 44 દિવસ સુધી પાન ઈન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈન ચાલી રહ્યુ છે. જેના અનુસંધાનમાં વિવિધ કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય મહેમાન તરીકે કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા
પાન ઇન્ડિયા અવેરનેસ કેમ્પઈન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા એલ. જે. સ્કુલ ઓફ લૉમાં લૉ સ્ટુડન્ટ માટે એક લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રીજીજુ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રીજીજુએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા ભારતના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે 02 ઓક્ટોબરના રોજ નાલ્સા દ્વારા પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી હતી.
ન્યાયાધીશોની નિમણૂક બાબતે કિરણ રિજીજુએ આપ્યું નિવેદન
તેમણે કહ્યું હતું કે અમે નિશ્ચિત કર્યું છે કે, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનમાં અને સરકારની સહાયથી દેશભરમાં ફ્રી લીગલ અવેરનેસ ચલાવવામાં આવશે. ગરીબીને કારણે કોઈ કેસ ના લડી શકે એવું ન થાય એ પ્રાથમિકતા રહેશે. ગુજરાતના સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માધ્યમથી સરસ કામ ચાલી રહ્યું છે. દેશના ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ મામલે તેમણે કહ્યું કે, ન્યાયાલયમાં 101 જજીસની એપોઇન્ટમેન્ટ 25 તારીખના પૂર્ણ કરી છે. વર્ષના અંત સુધીમાં રેકોર્ડ એપોઇન્ટમેન્ટ પૂર્ણ કરીશું.