અમદાવાદ : ઉપરવાસથી આવતા પાણીના પ્રવાહને પીરાસર તળાવમાં પહોંચાડવા રોડની સાઈડમાં કેનાલ બનાવવામાં આવેલી છે. જેનાથી પાણી પીરાસર તળાવ સુધી પહોંચતું હતું અને વરસાદી પાણીથી તળાવ છલકાઈ જતું હતું, પરંતુ આ વર્ષ વરસાદી પાણી તળાવમાં પહોચ્યું નથી.
પિંજારિયાના વોકળા પર પાળો બાંધવામાં આવતા પીરાસર તળાવમાં નહિવત પાણી - monsoon season
નગરના મધ્યમાં આવેલા પીરાસર તળાવ વર્ષાઋતુમાં પણ છલકાયું નહી. ધંધુકા તાલુકાના ઉપરવાસમાં આવેલા પડાણા ગામ તરફથી વરસાદી પાણી પિંજારિયાના વોકળામાં થઇને પીરાસર તળાવમાં આવતાં તળાવ છલકાઈ જતું હતું, પરંતુ પાળો બાંધવાને કારણે વરસાદી પાણી અન્ય તરફ વહી જાય છે.
![પિંજારિયાના વોકળા પર પાળો બાંધવામાં આવતા પીરાસર તળાવમાં નહિવત પાણી ગુજરાતી સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:50:15:1600770015-gj-ahd-02-story-slug-photo-story-gj10035-22092020151502-2209f-1600767902-976.jpg)
જે અંગેના કારણો દર્શાવી માલધારી સમાજ અને તળાવની આસપાસ રહેનાર અન્ય રહીશોએ બાંધવામાં આવેલ પાળો તેમજ બાવળો દૂર કરવામાં આવે તો જ વરસાદી પાણી પીરાસર તળાવમાં આવશે. તેવી લેખિત તેમજ મૌખિક રજૂઆત પાલિકા તંત્રને કરવામાં આવી છે. છતાં પાલિકા તંત્રએ બાવળો દૂર ન કર્યા પરિણામે તળાવ સંપૂર્ણ ભરાયું નહીં.
આમ નગરપાલિકાની ઘોર ઉપેક્ષાએ તળાવ સંપૂર્ણ ભરાયું નથી. ત્યારે ઉનાળામાં માલધારી સમાજને પશુઓના પીવા માટે પાણીની ભારે તંગી સર્જાશે. તેમજ આસપાસના રહીશોને પણ પાણી માટે વલખા મારવા પડશે. તેવી સ્થિતિનું નિર્માણ થશે.