ગુજરાત

gujarat

ETV Bharat / city

પીરાણા અગ્નિ કાંડ : આરોપી નાનુ ભરવાડને સેશન્સ કોર્ટે આપી રાહત

પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોનાં મોત મામલે આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે કલમ 304 સહ-અપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય લોકોની અટકાયત કરી છે. જે બાદ આરોપી નાનુ ભરવાડને સેશન્સ કોર્ટએ રાહત આપી છે અને શરતોને આધારે નાનુ ભરવાડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

પીરાણા અગ્નિ કાંડ
પીરાણા અગ્નિ કાંડ

By

Published : Nov 24, 2020, 5:22 AM IST

  • નાનુ ભરવાડને મળ્યા જામીન
  • 15,000ના બોન્ડ પર ગુજરાત નહીં છોડવાની શરતે કોર્ટે જામીન આપ્યા
  • આગ દુર્ઘટનાગ્રસ્ત ફેક્ટરીની જમીનનો માલિક છે નાનુ ભરવાડ

અમદાવાદ : ગુજરાત સરકારના શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાની 13મી નવેમ્બર સુધીમાં અમદાવાદ સ્થિત પીરાણામાં લાગેલી આગ અંગે એક્શન ટેક્સ રિપોર્ટ સોંપવાની જાહેરાત વચ્ચે અમદાવાદ પોલીસ સાવધ થઈ ગઈ છે અને તાત્કાલિક આ ઘટનામાં જવાબદાર અને ગુનાહિત બેદરકારી દાખવાનારા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે ફરિયાદ નોંધી

પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોનાં મોત મામલે આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે કલમ 304 સહ-અપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય લોકોની અટકાયત કરી છે.

ગ્રીન ટ્રિબ્યુનલે અમદાવાદ કલેક્ટર, GPCB, CPCB, DISA અને ફેક્ટરીના માલિકને નોટિસ ફટકારી

આ ઉપરાંત આ અગ્નિકાંડ મામલે ગ્રીન ટ્રિબ્યુનલે પણ નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. પીરાણા અગ્નિકાંડની ઘટના અંગે ગ્રીન ટ્રિબ્યુનલે અમદાવાદ કલેક્ટર, GPCB, CPCB, DISA અને ફેક્ટરીના માલિકને નોટિસ ફટકારી છે.

ફેક્ટરીની જમીનનો માલિક છે નાનુ ભરવાડ

પીરાણા અગ્નિ કાંડ મામલામાં આરોપી નાનુ ભરવાડને સેશન્સ કોર્ટએ રાહત આપી છે અને શરતોને આધારે નાનુ ભરવાડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 15,000ના બોન્ડ પર ગુજરાત નહીં છોડવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. જે નારોલ રોડ પર ફેક્ટરીમાં આગ લાગતા 12 લોકોના મોત થયા હતા, તે ફેક્ટરીની જમીનનો માલિક નાનુ ભરવાડ છે.

અમદાવાદ શહેરમાં બનેલા અકસ્માતમાં પોલીસ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત મામલે પુરાવા અને નિવેદનો લઈ આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે કલમ 304 સહિત અન્ય કલમો અને અપરાધનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details