ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં મહિલાઓ માટે બનશે એરપોર્ટ જેવા પીંક ટોયલેટ, આ સુવિધાઓથી હશે સજ્જ - મહિલાઓ માટે બનશે એરપોર્ટ જેવા પીંક ટોયલેટ

અમદાવાદ કોર્પોરેશન દ્વારા અનેક સ્માર્ટ શહેર પ્રોજેકટ હેઠળ કામ કરવામાં આવી (pink toilet for women in Ahmedabad) રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે પિંક ટોયલેટ (ahmedabad corporation pink toilet) બનવવામાં આવશે.

અમદાવાદમાં મહિલાઓ માટે બનશે એરપોર્ટ જેવા પીંક ટોયલેટ, આ સુવિધાઓથી સજ્જ
અમદાવાદમાં મહિલાઓ માટે બનશે એરપોર્ટ જેવા પીંક ટોયલેટ, આ સુવિધાઓથી સજ્જ

By

Published : Jun 19, 2022, 2:17 PM IST

અમદાવાદ:અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનવાનું (pink toilet for women in Ahmedabad) નક્કી કરવામાં આવ્યું છે.જેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં મહિલાઓ માટે બનશે એરપોર્ટ જેવા પીંક ટોયલેટ, આ સુવિધાઓથી સજ્જ

આ પણ વાંચો:કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગશિબિરમાં આપશે હાજરી

દરેક ઝોનમાં પિંક ટોયલેટ હશે: અમદાવાદ શહેરને કુલ સાત ઝોનમાં વહેંચણી કરવામાં (pink toilets for women) આવી છે.તે દરેક ઝોનમાં કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે ત્રણ પિક ટોયલેટ બનાવવામાં આવશે, શહેરમાં કુલ 21 પિંક (ahmedabad corporation pink toilet) ટોયલેટ બનાવવામાં આવશે. એક પિંક ટોઇલેટ પાછળ કિંમત રૂપિયા 25 લાખનો ખર્ચ કરવામાં આવશે. જે કોન્ટ્રાક્ટર આ પિંક ટોઈલેટ બનાવશે તે 5 વર્ષ સુધી તેની દેખભાળ કરશે, જેના માટે અલગથી સાડા ચાર કરોડ જેટલી જંગી રકમ ચૂકવાશે. એમ કરીને અંદાજિત 10 કરોડની આસપાસના ખર્ચે તૈયાર થશે.

આ પણ વાંચો:'વિરોધ કરવાનો સૌને અધિકાર છે', બાબા રામદેવનું અગ્નિપથ પર નિવેદન

ટોયલેટમાં ચેનજીગ રૂમની સગવડ હશે:મહિલાઓને પિંક (ahmedabad municipal corporation) એટલે કે ગુલાબી કલર વધારે પસંદ હોવાથી આ તમામ ટોઈલેટને અંદર-બહાર પિંક કલરથી રંગવામાં આવશે.આ પિંક ટોયલેટમાં ચેન્જીંગ અને બેબી ફિડિંગ માટે અલગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે, સાથે સેનેટરી પેડ, હેન્ડ દ્રાયર, અરીસો, લિકવિડ, શોપ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત પિંક ટોઇલેટની સાફ સફાઈ તેમજ તેની દેખરેખ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details