અમદાવાદ- રસ્તા પર રખડતા ઢોર (Stray Cattle Law In Gujarat) અને ઢોરમાલિકો દ્વારા ઢોર સાથે આચરવામાં આવતા અમાનવીય અત્યાચાર મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી (Public interest litigation in the High Court)થયેલી છે. ઢોર માલિકો દ્વારા સિવિલ એપ્લિકેશન કરવામાં આવી હતી કે તેમને રસ્તા પર રખડતા ઢોર અને ઢોર માલિકો દ્વારા ઢોર સાથે આચરવામાં આવતા અમાનવીય અત્યાચાર મુદ્દે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનાવો. જે અરજીને (High Court on cattle control) ગુજરાત હાઈકોર્ટે ફગાવી ( High Court on cattle control ) દીધી છે.
ઢોરમાલિકોના વકીલની રજૂઆત- હાઈકોર્ટમાં High Court on cattle control ) અરજદાર ઢોર માલિકોના વકીલની રજૂઆત હતી કે આ અરજીમાં જે પણ ઓર્ડર થશે તેમાં તેઓ સીધા અસરકર્તા બને છે. હાલ રાજ્યમાં ગૌચર જમીનનો અભાવ છે એટલે ઢોર રસ્તા પર રખડે (Stray Cattle Law In Gujarat)છે. ઢોર કે પશુઓની જાળવણી કે તેનું રક્ષણ કરવું તે રાજ્ય સરકારની ફરજ છે. પરંતુ રાજ્યનો એનિમલ હસબન્ડરી વિભાગ (Animal Husbandry Department)ઢોરની જાળવણી કે રક્ષણ માટે કંઈ કરતું જ નથી. આ સંદર્ભે બનેલી નીતિનું પાલન કરાતું નથી. તેઓ માત્ર ઢોર પકડવા અને દંડ વસુલવામાં જ રસ દાખવે છે.
અરજદારે એ પણ રજૂઆત કરી કે તાજેતરમાં રાજ્ય સરકારે ઢોરને અનુલક્ષી કાયદો (Stray Cattle Law In Gujarat) બનાવ્યો છે, તેમાં આકરો દંડ વસૂલવા અને જેલની સજાની પણ જોગવાઈઓ કરી છે. તંત્ર દ્વારા જે ઢોર પકડીને લઈ જવાય છે, તેમાં ટેગ મારેલા ઢોરના માલિકો દંડ ભરીને તેના ઢોરને લઈ જાય છે. પરંતું ટેગ વગરના ઢોરનું શું થાય છે, તે અંગે કોઈ વિગત જ આપવામાં આવતી નથી.