ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ફિલ્મોમાં કરોડો રૂપિયાના કૌભાંડ તપાસની માગ સાથે હાઈકોર્ટમાં PIL

કોરોના મહામારીને લીધે સર્જાયેલી આર્થિક મંદી વચ્ચે ગુજરાતી ફિલ્મ ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2016 હેઠળ આવતી ૧૮ જેટલી ફિલ્મોને જૂની 2016ની સબસિડી પ્રમાણે ચૂકવવાને બદલે 2019ની નીતિ મુજબ ચૂકવી દેતાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવા આવશે.

ગુજરાત ફિલ્મોમાં કરોડો રૂપિયાના કૌભાંડ તપાસની માગ સાથે હાઈકોર્ટમાં PIL
ગુજરાત ફિલ્મોમાં કરોડો રૂપિયાના કૌભાંડ તપાસની માગ સાથે હાઈકોર્ટમાં PIL

By

Published : Aug 17, 2020, 6:50 PM IST

અમદાવાદઃ હાઇકોર્ટમાં ગુજરાતી ફિલ્મ લેખક અને નિર્માતા મનોજ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિસેમ્બર 2019માં j18 ફિલ્મોને સબસિડી અનારા ચૂંટાયાં એ તમામ ફિલ્મો 2018, 2017 અને 2016માં રિલીઝ થઈ જ્યારે નવી ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 ૮મી માર્ચના રોજ લાગુ કરવામાં આવી. આ 18 ફિલ્મો પૈકી અન્ય અન્ય ભાષામાં બનેલી ફિલ્મોને પણ ગુજરાતીમાં રિમેક બનાવી સબસિડી હેઠળ લાભ કરાવવાનો આક્ષેપ પિટિશનમાં કરવામાં આવ્યો છે.

ગુજરાત ફિલ્મોમાં કરોડો રૂપિયાના કૌભાંડ તપાસની માગ સાથે હાઈકોર્ટમાં PIL

આ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે ફિલ્મોનું ગુણાંકન આધારિત સબસીડી માટે થિયેટરમાં ફિલ્મ સ્ક્રીનિગ કરવાનું છે, તેને બદલે નિર્માતાઓ પાસેથી લોરી સોલ્યુશન વાળી પેન ડ્રાઈવ મંગાવી સબસિડી માટે એક રૂમમાં ફિલ્મ સ્ક્રીનિગ શરૂ કરી દેવાયું છે. અરજદાર દ્વારા આ અંગેની જાણ સરકારને કરવામાં આવી છે.

ગુજરાત ફિલ્મોમાં કરોડો રૂપિયાના કૌભાંડ તપાસની માગ સાથે હાઈકોર્ટમાં PIL

ABOUT THE AUTHOR

...view details