નિમોનિયાની સારવાર લઇ રહેલા દર્દીનું કોરોનાથી મોત થતા હાઇકોર્ટમાં PIL - ETVBharatGujarat
વર્તમાન સમયમાં તાવ કફ શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણ હોય ત્યારે ડોક્ટર કોરોના ટેસ્ટ કરવાનું કહેતા હોય છે. પરંતુ આવા લક્ષણ સાથેના દર્દીનું કોરોના ટેસ્ટ કર્યા વગર એક્સરે અને અન્ય ટેસ્ટના આધારે કન્સ્ટેડ છાતી અને કિડનીની સમસ્યાનું કહી સારવાર કર્યા બાદ દર્દીની સ્થિતિ વણસતા હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા નથી તેમ કહી સરકારી અથવા અન્ય હોસ્પિટલમાં દર્દીને મોકલવના સમયે દર્દીના પરિવારજનોને દર્દી કોરોના પોઝિટિવ છે તેમ કહેનાર ખાનગી હોસ્પિટલના ડોકટર સામે મૃતક દર્દીના પત્ની દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવા આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને આ કેસમાં તપાસ કરવાનો આદેશ કર્યો છે.
![નિમોનિયાની સારવાર લઇ રહેલા દર્દીનું કોરોનાથી મોત થતા હાઇકોર્ટમાં PIL કોરોનાના લક્ષણ હોવા છતાં ન્યૂમોનિયા કહી સારવાર આપનાર દર્દીનું મોત થતાં હાઈકોર્ટમાં PIL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8681338-thumbnail-3x2-bedarkari-7204960.jpg)
અમદાવાદઃ ડોકટરોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે જે જોકે ઘણીવાર તેમની બેદરકારીને લીધે દર્દીઓને જીવ પણ ગુમાવવો પડે છે. અરજદાર વતી એડવોકેટ સિકંદર સૈયદ અને રશીદા બાજી તરફે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે નિકોલમાં આવેલા સહજાનંદ ખાનગી હોસ્પિટલમાં તાવ અને કફની સમસ્યા માટે ગયેલા દર્દી- પ્રફુલભાઈ સોનીનો કોરોના રિપોર્ટ કર્યા વગર એક્સ-રે સહિતના ટેસ્ટ બાદ ન્યૂમોનિયા અને કિડનીની સમસ્યાનું નિદાન કરી સારવાર કરનાર ડોકટર આશિત પટેલે દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ વણસતાં દર્દી કોરોના પોઝિટિવ છે અને તેમના હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓના અભાવ હોવાથી સરકારી અને અન્ય હોસ્પિટલમાં લઈ જવા દબાણ કર્યું હતું. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું હતું.